રાજ્યમાં સોમવારે નવા 174 કેસ જ નોંધાયા જેની સામે 268 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી
રાજ્યમાં સોમવારે સતત બીજા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો હતો. એક જ દિવસમાં નવા કેસમાં 39 ટકા જેટલો તોતીંગ ઘટાડો નોંધાતા લોકો સાથે વહિવટી તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો. સોમવારે કોરોનાના નવા 174 કેસ નોંધાયા હતા. રવિવારની સરખામણીએ નવા કેસમાં 109નો ઘટાડો નોંધાયો છે. ગઇકાલે 268 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. એક્ટિવ કેસમાં પણ ઘટાડો નોંધાયો હતો. સોમવારે કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું ન હતું. ગઇકાલે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં નવા 57 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 26 કેસ, સુરત કોર્પોરેશનમાં 24 કેસ, સાંબરકાંઠામાં 9 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 6 કેસ, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 6 કેસ, સુરત જિલ્લામાં 6 કેસ, મહેસાણા જિલ્લામાં 5 કેસ, વડોદરામાં 4 કેસ, વલસાડમાં 4 કેસ, ભરૂચમાં 3 કેસ, કચ્છમાં 3 કેસ, અમરેલીમાં 2 કેસ, આણંદમાં 2 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 2 કેસ, ગાંધીનગરમાં 2 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, મોરબીમાં નવા 2 કેસ, નવસારીમાં 2 કેસ, જ્યારે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, પંચમહાલ, રાજકોટ, સુરેન્દ્રનગર અને તાપી જિલ્લામાં નવા એક-એક કેસ નોંધાયા હતા. સોમવારે કુલ 174 નવા કેસ નોંધાયા હતા. જેની સામે 268 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા હતા. સંક્રમિત થનારા દર્દીઓ કરતા કોરોના મુક્ત થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેવાના કારણે એક્ટિવ કેસમાં પણ ઘટાડો નોંધાયો છે.
સતત બે દિવસ સુધી કાળમુખો કોરોના ત્રણ-ત્રણ દર્દીઓને ભરખી ગયા બાદ સોમવારે એકપણ વ્યક્તિનું કોરોનાથી મોત થયુ નથી. હાલ રાજ્યમાં કોરોનાના 2215 એક્ટિવ કેસ છે. જે પૈકી પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 2210 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાથી 11072 વ્યક્તિના મોત થયા છે. કોરોનાના કેસમાં છેલ્લા બે દિવસથી સતત ઘટાડો નોંધાઇ રહ્યો હોવાના કારણે લોકોમાં થોડી રાહત જોવા મળી રહી છે.