596 નવા કેસ નોંધાયા: 604 લોકોએ કોરોનાને હરાવ્યો

રાજયમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે સંભવીત ચોથી લહેર વચ્ચે સોમવારે નવા કેસની સરખામણીએ ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેવા પામી હતી. જે સૌથી મોટા રાહતના સમાચાર છે.ગુજરાતમાં સોમવારે કોરોનાના નવા 596 કેસ નોંધાયા હતા.

જેમાં અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 203 કેસ, સુરત કોર્પોરેશનમાં 58 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 47 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 16 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 13 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયા છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લા 39 કેસ, બનાસકાંઠામાં 37 કેસ, કચ્છમાં 31 કેસ, સુરત જિલ્લામાં 16 કેસ, આણંદ જિલ્લામાં 12 કેસ, વલસાડ જિલ્લામાં 10 કેસ, મોરબી જિલ્લામાં આઠ કેસ, વડોદરા જિલ્લામાં 7 કેસ, અમરેલી જિલ્લામાં 6 કેસ, દેવભૂમી દ્વારકા જિલ્લામાં 6 કેસ, નવસારીમાં 6 કેસ, અમદાવાદમાં 5 કેસ, રાજકોટ જિલ્લામાં 5 કેસ, સાંબરકાંઠામાં 5 કેસ, અરવલ્લી જિલ્લો પંચમહાલ જિલ્લો, અને પોરબંદર જિલ્લામાં 4-4 કેસ, ભરૂચ જિલ્લામાં 3 કેસ, ગીર સોમનાથ જિલ્લામાં 3 કેસ, સુરેન્દ્રનગર જિલ્લામાં 3 કેસ, ખેડા જિલ્લા, પાટણ જિલ્લો, ભાવનગર જિલ્લો અને જામનગર જિલ્લામાં એક એક કેસ નોંધશયો છે.

ગઈકાલે કોરોના સંક્રમિત થનારા લોકો કરતા કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા વધુ રહેવા પામી હતી. હાલ રાજયમાં 4764 એકિટવ કેસ છે. જે પૈકી 8 દર્દીઓ વેન્ટીલેટર પર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.