30 ફૂટનો સેક્ધડ રીંગ રોડ 150 ફૂટનો થશે:આવતા મહિને કામ શરૂ થશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રીંગ રોડ-2ને વધુ ડેવલપ કરશે. જામનગર રોડથી ગોંડલ રોડ સુધીના રીંગ રોડને ફોરલેન બનાવવા માટે પ્રથમ તબક્કાનું કામ શરૂ કરાયું છે. જેમાં કટારિયા ચોકડીથી ગોંડલ રોડ સુધીના 80 કરોડના ફોરલેનના કામના ટેન્ડર બહાર પડ્યા બાદ હવે જામનગર રોડથી સ્માર્ટ સીટી અને સ્માર્ટ સીટીથી કટારિયા ચોકડી સુધીના ફોર લેન રોડ માટે બીઆરટીએસ રૂટ માટે રૂા. 77.66 કરોડનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.આવતા મહિનાથી જામનગર રોડથી કટારિયા ચોકડી સુધીના ફોરલેન રોડનું કામ શરૂ થઈ જાય તેવી સંભાવના જણાય રહી છે.
શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર ટ્રાફિકનું ભારણ સતત વધી રહ્યું છે. રીંગ રોડ-2 પણ જેટ ગતિએ વિકાસ પામી રહ્યો છે.જેમાં જામનગર રોડથી ગોંડલ રોડ સુધી સિંગલ પટ્ટી રોડ બનાવવામાં આવ્યો હતો.દરમિયાન સ્માર્ટ સીટી અને અટલ સરોવરને ખુલ્લા મુકાયા બાદ કનેક્ટીવીટી વધારવા માટે અને ગોંડલ બાજુથી જામનગર તરફ જતાં વાહન વ્યવહારની સરળતા માટે રીંગ રોડ-2 ફોરલેન બનાવવાનું આયોજન હાથ પર લેવામાં આવ્યું છે.
રૂડા દ્વારા કટારિયા ચોકડીથી ગોંડલ રોડ સુધીના રીંગરોડ-2ને ફોરલેન બનાવવા માટે રૂા. 80 કરોડનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જ્યારે કટારિયા ચોકડીથી જામનગર રોડ સુધીના સિંગલપટ્ટિી રોડને ફોરલેન બનાવવા તેમજ કટારિયા ચોકડીથી સ્માર્ટ સીટી સુધીના રીંગરોડ-2ની વચ્ચે બીઆરટીએસ કોરીડોર બનાવવાનો પ્રોજેક્ટ હજુ અધ્ધરતાલ હતો. જે મંજુર થતાં હવે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. કોર્પોરેશનના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ જામનગર રોડથી સ્માર્ટસીટી સુધીના ફેઝ-1નું કામ રૂા. 30.84 કરોડના ખર્ચે કરવામાં આવશે. તેવી જ રીતે સ્માર્ટ સીટીથી કટારિયા ચોકડી સુધીના ફેઈઝ-2માં આવતા ફોર લેન રોડ અને બીઆરટીએસ કોરીડોરનું કામ રૂા. 46.82 કરોડના ખર્ચે કરવામાં આવશે. બન્ને ફેઈઝના કામ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
કટારિયા ચોકડી ખાતે સિગ્નેચર કેબલ બ્રીજ બનાવવા માટે પણ ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવાયા છે.સાથો સાથ જામનગર રોડથી ગોંડલ રોડ સુધીનો ફોર લેન રોડ પર ઝડપથી તૈયાર થાય તે માટે કોર્પોરેશન દ્વારા સધન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
હવે આખા રીંગ રોડ-2ને ફોર લેન કરવાના કામ માટે ટેન્ડર પ્રક્રિયા કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુમાં અઘિકારીઓના જણાવ્યાનુસાર રીંગ રોડ-2 પર આવતા તમામ નાલા સહિતના કામો પ્રથમ પૂર્ણ કરવામાં આવ્યા છે. ફોર લેનના કામમાં ડામર રોડની સાથો સાથ અમુક સ્થળે કોંક્રીટનું પણ કરવામાં આવશે.
સ્માર્ટ સીટીના નિર્માણ બાદ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સીટીના નિયમો હેઠળ વિવિધ પ્રોજેક્ટો શરૂ કર્યા છે.
સ્માર્ટ સીટી તરફ બીઆરટીએસ કનેક્ટિવિટી પણ નિયમ મુજબ હોવી જોઈએ. હાલ માધાપર ચોકડીથી ગોંડલચોકડી સુધી 10.70 કિ.મી. વિસ્તારમાં બીઆરટીએસ સેવા ઉપલબ્ધ છે.આગામી દિવસોમાં કટારિયા ચોકડીથી સ્માર્ટ સીટી સુધીની બીઆરટીએસ સેવા શરૂ કરવામાં આવશે.જેથી સ્માર્ટ સીટીના નિયમો મુજબ રાજકોટમાં બીઆરટીએસ કનેક્ટીવીટીમાં નોંધપાત્ર વધારો થશે. હાલ સ્માર્ટ સીટી ખાતે બીઆરટીએસ બસ સ્ટોપ તેમજ રૈયા સર્કલથીસ્માર્ટ સીટી તરફ અને જામનગર રોડ તેમજ ગોંડલ તરફના રોડ બાજુનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. જેને ટુંક સમયમાં જોડવામાં આવશે.
આવતા મહિનાથી રિંગ રોડ-2 ફોર ટ્રેકનું નિર્માણકાર્ય શરૂ થાય તેવી સંભાવના જણાય રહી છે.પ્રિ-બીડ મિટિંગમાં અનેક એજન્સીએ રસ દાખવ્યો હતો.હાલ 30 ફૂટ પહોળાઇનો રિંગ રોડ-2 કરોડના ખર્ચે 150 ફૂટનો બનશે.અહીં બીઆરટીએસ રૂટ પણ ડેવલપ કરાશે.પ્રથમ તબક્કો ઘંટેશ્વરથી સ્માર્ટ સિટી એરિયા સુધીનો,બીજો તબક્કો સ્માર્ટ સિટીથી કટારીયા ચોકડી સુધીનો અને ત્રીજો તબક્કો કટારીયા ચોકડીથી કણકોટ ચોકડી સુધીનો રહેશે.
રૂડા એરિયામાં પણ રૂડા દ્વારા સમાંતર કામ થશે.રૂડા દ્વાર ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે.સેક્ધડ રીંગ રોડ ફોર લેન થતા ટ્રાફિક સમસ્યાનો આવશે અંત આવશે અને અકસ્માતમાં ઘટાડો થશે.