છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના નવા 10 અને મેલેરિયાં 6,શરદી ઉધરસના 213, તાવના 41 અને ઝાડા ઉલટીના 51 કેસ નોંધાયા: મચ્છરોની ઉત્પતિ સબબ 528 આસામીઓને નોટિસ
વરસાદ વિરામ લેતા રાજકોટમાં રોગચાળાનું પ્રમાણ ઘટ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે.સિઝનલ રોગચાળો પણ ઘટ્યો છે. દરમિયાન મચ્છરોની ઉત્પતિ શબપ 528 આસામીઓને નોટિસ ફટકારી દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે જેમાં શહેરની અલગ અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ગત સપ્તાહ મેલેરિયાના નવા કેસ અને ડેન્ગ્યુના નવા 10 કેસ નોંધાયા છે.જ્યારે ચિકનગુનિયાનો નવો એક પણ કેસ નોંધાયો નથી.ચાલુ સાલ આજ સુધીમાં શહેરમાં મેલેરિયાના માત્ર 40 કેસ મળી આવ્યા છે જ્યારે ડેન્ગ્યુના 133 કેસ નોંધાયા છે.
છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં શરદી અને ઉધરસના 213 કેસ સામાન્ય તાવના 41 કેસ ક્યારે જાડા ઉલટીના 51 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગ શાળાની અટકાયત માટે 64029 ઘરોમાં કોરોનાશક કામગીરી કરવામાં આવી હતી. 1652 ધરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે.મચ્છરોની ઉત્પતિ અંગે બિન રહેણાંક હોય તેવી 479 મિલકતોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યો હતો.ત્યારે રહેણાંક વિસ્તારમાં મચ્છરોની ઉત્પતિ મળી આવતા નોટિસ ફટકારી રૂપિયા 27500નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.રોગચાળો કાબુમાં આવી જતા તંત્રએ મોટો રાહતનો શ્વાસ લીધો છે.