બીજેપી સંસદીય દળની બેઠક આજે છે. આ બેઠક પછી પાર્ટી અંદાજે 100 ઉમેદવારોના નામની યાદી જાહેર કરે તેવી શક્યતા છે. આ લિસ્ટમાં પહેલા તબક્કામાં વોટિંગવાળી સીટોના ઉમેદવાર સહિત પીએમ મોદીના નામની જાહેરાત થાય તેવી પણ શક્યતા છે. માનવામાં આવે છે કે, આજે આવનારા લિસ્ટમાં પીએમ મોદીનું નામ સૌથી ઉપર હશે અને આ વખતે પણ તેઓ વારાણસીથી ચૂંટણી લડશે. તે ઉપરાંત બીજેપી બિહારના ઉમેદવારોના નામ પણ જાહેર કરે તેવી શક્યતા છે.
બીજેપી અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે સુશીલ મોદી, નિત્યાનંદ રાય અને ભુપેન્દ્ર યાદવની મુલાકાત કરી હતી. બીજેપીની કોર ગ્રૂપની બેઠક પછી કાલે બિહાર એનડીએની 40 સીટ પર ઉમેદવારની લિસ્ટ પર મંજૂરી આપી હતી. બિહારની 40 સીટ માટે બીજેપી, જેડીયુ અને એલજેપી વચ્ચે 17-17-6 સીટની ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે.
ગઈ વખતે 2014માં બીજેપી અને જેડીયુએ અલગ અલગ ચૂંટણી લડી હતી પરંતુ આ વખતે સમીકરણો બદલાઈ ગયા છે. નીતીશના એનડી ગ્રૂપમાં આવ્યા પછી બિહારમાં ઉમેદવારોના નામ સામેલ કરવામાં આવી રહ્યાં છે. ગઈ વખતે ચૂંટણીમાં જેડીયુની જીત થઈ અને બીજેપીની હારેલી સીટોને આ વખતે જેડીયુને જ આપી દેવામાં આવી છે. તે સાથે જ એનડીએની જીતેલી પાંચ સીટોને પણ જેડીયુના ખાતામાં જોડી દેવામાં આવી છે.