કહેવાતા ગૌરક્ષકોનો પ્રશ્ર્ન ઉભો થાય તે પહેલા જ મોદીએ પાળ બાંધી..
વિપક્ષ પાસેથી ભ્રષ્ટાચારનો મુદ્દો આંચકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માસ્ટરસ્ટ્રોક..
લોકસભાનું ચોમાસુ સત્ર શ‚ થયું છે. રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ એનડીએ સરકાર માટે આજનો દિવસ મહત્વનો બની રહેશે. બીજીત તરફ વિપક્ષ કહેવાતા ગૌરક્ષકો અને ભ્રષ્ટાચાર સહિતના મુદે ચોમાસુ સત્ર તોફાની બનાવે તે પહેલા મોદીએ પાળ બાંધી દીધી છે. અલબત વિરોધ પક્ષ જીએસટીની અમલવારીમાં ક્ષતિ, ખેડૂતોના પ્રશ્ર્નો અને પાકિસ્તાન તથા ચીન સાથેની પોલીસીના મુદે સરકારને ભિડવશે.દેશના અનેક વિસ્તારોમાં ગૌરક્ષાના નામે કહેવાતા ગૌરક્ષકો કાયદો હાથમાં લેતા હોવાનો તથા હેરાનગતી કરતા હોવાનો મુદો સદનમાં ગુંજશે જોકે વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ કહેવાતા ગૌરક્ષકો સામે સખ્ત કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો છે. પરિણામે વિપક્ષના હાથમાંથી આ મુદો સરકી ગયો છે.
બીજી તરફ ભ્રષ્ટાચારી નેતાઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપી વડાપ્રધાન મોદીએ વિપક્ષના હાથમાંથી ભ્રષ્ટાચારનો મુદો પણ આંચકી લીધો છે. લાલુપ્રસાદ, માયાવતી અને મમતા બેનર્જી તેમજ કોંગ્રેસના કેટલાક નેતાઓ ભ્રષ્ટાચારના આક્ષેપોમા સપડાયા છે. વડાપ્રધાન એનડીએ સરકારનાં નેતાઓની સાથોસાથ આ તમામ નેતાઓ સામે પણ તપાસ કરી કાર્યવાહવી કરવાની ઈચ્છા ધરાવે છે.
લોકસભાનાં ચોમાસુ સત્રમાં ગ્રાહક સુરક્ષા કાયદો, ૨૦૧૭ પણ ટેબલ ઉપર મુકાશે આ કાયદો ગ્રાહકોની સુરક્ષા માયેનો ૧૯૬૮નાં ચાલુ કાયદાની જગ્યા લેશે હાલ ફૂડ એન્ડ ક્ધઝયુમર અફેર્સની સ્ટેન્ડીંગ કમીટી પાસે ડાપટ બીલ છે. ડ્રાફટ બીલને મંજૂરી મળ્યા બાદ કેબીનેટમાં જશે અને ત્યારબાદ સરકાર કાયદાને પાર્લામેન્ટમાં રજૂ કરશે.
ચોમાસુ સત્ર દરમિયાન ગ્રાહક સુરક્ષાનો કાયદો ટેબલ પર મુકાશે