ઘણાં વિવાદો પછી અંતે આજે શત્રુઘ્ન સિન્હાએ બીજેપીને અલવિદા કહી દીધું છે. શત્રુઘ્ન સિન્હા આજે બીજેપીના સ્થાપના દિવસે જ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસ જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલાની હાજરીમાં શત્રુધ્ન કોંગ્રેસમાં જોડાયા છે.

રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, કોંગ્રેસ એક દળ સાથે એક વિચારધારા પણ છે. શત્રુઘ્ન સિન્હાના આધ્યાત્મિક અને બૌદ્ધિક તરીકે મહાત્મા ગાંધીના વિચારો સાથે સંકળાયેલા રહ્યા છે.શક્તિ સિંહ ગોહિલે કહ્યું, શત્રુઘ્ન સારા નેતા છે. બોલિવૂડમાં સુપર સ્ટાર છે. તેમનું કોંગ્રેસ પરિવારમાં સ્વાગત છે. ભાજપે આ વખતે પટના સાહિબથી રવિશંકર પ્રસાદને ઉમેદવાર જાહેર કર્યા છે.

શત્રુઘ્નએ બિહારના પ્રભારી શક્તિ સિંહ ગોહિલને ભૂલમાંથી ભાજપના ગણાવી દીધા. તે વિશે તેમણે કહ્યું કે, આજે ભાજપનો 39મો સ્થાપના દિવસ છે એટલે આવું થઈ રહ્યું છે. ભાજપ ન બોલવાની આદત ધીમે ધીમે પડશે. ભાજપમાં નાનાજી દેશમુખે મને પ્રશિક્ષણ આપ્યું છે. ભાજપના ગુરુ લાલકૃષ્ણ અડવાણીજીએ મને માર્ગદર્શન આપ્યું છે. સુબોધકાંત સહાય મને પબ્લિક લાઈફાં લઈને ગયા છે. લોકો મને કહેતા હતા કે તમારા જેવા સેક્યુલર વ્યક્તિએ કોંગ્રેસમાં હોવું જોઈએ.

શત્રુઘ્ન સિન્હાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ભારે હ્રદયથી અને ખૂબ પીડા સાથે અંતે હું મારી જૂની પાર્ટીને અલવિદા કહી રહ્યો છું. 6 એપ્રિલે, જે આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ કે આ દિવસે બીજેપીનો સ્થાપના દિવસ પણ છે. પાર્ટીના લોકો મારા માટે પરિવાર સમાન છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.