લોકસભા ચૂંટણીના સાત તબક્કામાંથી પહેલા તબક્કાના મતદાન માટે આજે વોટિંગ શરૂ થઈ ગયું છે. પહેલા તબક્કામાં 18 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 સીટો પર મતદાન થવાનું છે. કુલ 1279 ઉમેદવારો મેદાનમાં છે. તેમનો નિર્ણય 14 કરોડ 20 લાખ 54 હજાર 978 મતદાતાઓ કરશે.

તેમાં 7 કરોડ 21 લાખ પુરુષ મતદાતા અને 6 કરોડ 98 લાખ મહિલા મતદાતા છે. તેમના માટે કુલ 1.70 લાખ મતદાન કેન્દ્ર બનાવવામાં આવી રહ્યા છે. આજે જે 91 સીટો પર મતદાન થઈ રહ્યું છે તેમાંથી 33 સીટો પર બીજેપી અને કોંગ્રેસની સીધી ટક્કર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.