- ઉમિયા પદયાત્રીક પિરવાર ચેરી. ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાનું રાજકોટમાં સ્વાગત
- કર્ણાવતી પાર્ટીપ્લોટમાં મહાઆરતી અને ડાયરાની રંગત માણતા હજારો પાટીદાર પરિવારો
- રક્તદાન કેમ્પમાં 37પ બોટલ રક્ત એકત્ર થયું હિમોગ્લોબીન કેમ્પનો લાભ લેતા પાટીદારો
કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજીની જયંતી નિમિતે 3 જુન ને શુક્રવારના રોજ શ્રી ઉમિયા પદયાત્રિક પિરવાર ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત શોભાયાત્રાનું વહેલી સવારે રાજકોટના પશુપતિનાથના મંદિરથી સાંસદ મોહનભાઈ કુંડારીયા, ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, સહીતના આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યુ હતુ. ભજનર્ક્તિનની રમઝટ સાથે મા ઉમાના જય ધોષના નાદ સાથે વિશાળ શોભાયાત્રા શહેરના વિવિધ રૂટ પર સવારથી બપોર સુધીની 18 કી.મી. લાંબી મા ઉમિયાના રથ સાથેની ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું ઠેરઠેર સ્વાગત કરી માતાજીના દર્શનનો લાભ લીધો હતો. ભવ્ય શોભાયાત્રા બાદ પાટીદાર પિરવારો એ કર્ણાવતી પાર્ટીપ્લોટ ખાતે મહાઆરતી, અને લોક સાહીત્યકાર દેવરાજ ગઢવી, અપેક્ષ્ા પંડયા ના લોક ડાયરાના કાર્યક્રમની રમઝટ માણી હતી
કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીની જયંતી નિમિતે રાજકોટ શહેરમાં ઉમિયા પદયાત્રીક પિરવાર દ્વારા ઉમિયા માતાજીના રથ સાથેની જાજરમાન શોભાયાત્રા નું આંનદ બંગલા ચોક ખાતે દિપકભાઈ માકડીયા પ્રફુલભાઈ દેત્રોજા, નિરજ મણવર, સ્વામીનારાયણ ચોક માં કાન્તીભાઈ ધેટીયા, બાલાભાઈ, ગોકુલધામમાં ગોકુલધામ ગુ્રપ દ્વારા, ઉમિયાજી ચોકમાં પટેલ બોટલીંગ રમેશભાઈ પટેલ, ઈન્દીરા સર્કલ ખાતે અરવિંદભાઈ તથા દિપેશભાઈ, દિશાંતભાઈ કોરડીયા દ્વારા રવિરત્ન ચોકમાં રવિરત્ન ગુ્રપ, રમેશભાઈ ભાલોડી, ધીરૂભાઈ દ્વારા સાધુ વાસવાણી રોડ પર ઉત્સવ પાર્ક ગુ્રપ દ્વારા જનકપુરી તથા અજંતા માં અતુલભાઈ જીવાણી દ્વારા, યોગેશ્ર્વર પાર્કમાં નંદ ગુ્રપ દ્વારા, રાણી રેસીડેન્સીમાં કમલેશભાઈ ગલાણી, જે.કે. ચોક પાસે ઉમિયા પિરવાર દ્વારા ચીત્રકુટ મહાદેવ ડો. ચેતન ભાલોડી, અતુલભાઈ દેત્રોજા, મનીષ ડેડકીયા, ઉદય પટેલ, આકાશ માકડીયા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેમજ પ્રસાદી ચા પાણી ઠંડુ, છાશનું ધોરવું, શરબત વગેરે પ્રસાદી રૂપે વિતરણ કરાયુ હતુ.
ઉમા જયંતી નિમિતે કર્ણાવતી પાર્ટીપ્લોટ ખાતે યોજાયેલા ભવ્ય લોક ડાયરો તેમજ માતાજીની મહાઆરતી માંં અધ્યક્ષ તરીકે સામાજીક અગ્રણી જીવનભાઈ ગોવાણી, ઉદધાટક તરીકે ઉમિયા માતાજી મંદિર સિદસરના ચેરમેન મૌલેશભઈ ઉકાણી ઉપસ્થિત રહયા હતા. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અતીથી વિશેષ તરીકે વલભભાઈ વડાલીયા, નાથાભાઈ કાલરીયા, કાંતીભાઈ માકડીયા, બીપીનભાઈ બેરા, દિલીપભાઈ ધરસંડીયા, રમેશભાઈ રાણીપા, દિનેશભાઈ અમૃતીયા, મનીશભાઈ ચાંગેલા, સુરેશભાઈ કણસાગરા, મુળજીભાઈ ભીમાણી, જગદીશભાઈ કોટડીયા, ધરમશીભાઈ સીતાપરા, કૌશીકભાઈ રાબડીયા, રવિભાઈ માકડીયા, ભાવેશભાઈ સુવા, અશોકભાઈ દલસાણીયા ઉપસ્થિત રહયા હતા.
આ લોકડાયરામાં સંસ્થા દ્વારા યોજાયેલા 131 માં રક્તદાન કેમ્પમાં 36પ બોટલ રક્ત એકત્ર થયુ હતુ. આ સાથે હિમોગ્લોબીન કેમ્પનો પણ લોકોએ લાભ લીધો હતો. સમગ કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી ઉમિયા પદયાત્રિક પિરવાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઈ મણવર, ઉપપ્રમુખ અતુલભાઈ ભુત, મંત્રી ધર્મેન્દ્રભાઈ ઉકાણી, સહમંત્રી જેન્તીભાઈ ભાલોડીયા, ખજાનચી ભુપતભાઈ જીવાણી, ટ્રસ્ટી કાન્તીભાઈ કનેરીયા, રાજેશભાઈ ત્રાંબડીયા, સંસ્થાના કારોબારી પ્રમુખ પ્રફુલભાઈ દેત્રોજા, ઉપપ્રમુખ અશ્ર્વિનભાઈ બરોચિયા, મંત્રી પિનલભાઈ ટીલવા, સહમંત્રી કનકભાઈ મેંદપરા, ખજાનચી મોહનભાઈ ફળદુ, સહ ખજાનચી નિરજભાઈ મણવર, દિપક ભુત, મયુર ડેડકીયા, પ્રશાંત ડેડકીયા, અનીલ કનેરીયા, નિલેષ હિંસુ, વિશાલ બોડા, ભરત દેત્રોજા, કમલેશ ગલાણી, પ્રવિણ કગથરા, અર્જુન બરોચિયા, મીતલ ચનિયારા, ડેનીશ રોકડ, ધનશ્યામ મેંદપરા સહીતની ટીમ જહેમત ઉઠાવી હતી.