‘અબતક’ની મુલાકાતમાં આગેવાનોએ એસ.ટી. બસને નજીકથી ડાયવર્ટ કરવા મુદ્દે વિચારો રજુ કર્યા
રાજકોટમાં લોક પ્રશ્ર્નના નિવારણ માટે સજાગ રહેતા લોક વિચાર મંચ દ્વારા સાંઢીયા પુલ રીપેરીંગ કામને લઇને અપાયેલું ડાયવર્ઝન ટુંકુ કરવા માંગ કરી. પ્રજા પર એસ.ટી.ના વધારાનો બોજ ને હળવું કરવા માંગ કરી છે.
‘અબતક’ ની મુલાકાતમાં લોક સંસદ વિચાર મંચના આગેવાનો પૂર્વ નગર સેવક દિલીપભાઇ આસવાણી, ગજેન્દ્રસિંહ ઝાલા, ઇન્દુભા રાઓલ, પ્રવિણભાઇ લાખાણી, રમેશભાઇ તલાટીયા, નટુભા ઝાલા, પ્રજ્ઞેશભાઇ પારેખ, અલ્પેશભાઇ ટાંક, સરલાબેન પાટડીયાએ જણાવેલ કે સાંઢીયા પુલનું કામ ચાલે છે ત્યારે ડાયવર્ઝન બહુ લાંબુ કાઢવામાં આવેલ છે. નજીકમાં ખાનગી જમીનમાંથી ડાયવર્ઝન કાઢવું જોઇએ એસ.ટી.ને બીન જરુરી અંતરે દોડાવી પ્રજા પર ટીકીટ વધારાનું ભારણ આવ્યું છ. ત્યારે સાંઢીયા પુલનું ડાયવર્ઝન નું અંતર ધટાડવા કલેકટરને રજુઆત કરી ડાયવર્ઝનનું અંતર ઘટાડવા માંગ કરી છે.