સુરેન્દ્રનગરના સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા દ્વારા મીડિયાકર્મીઓ સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા ના ચેરમેન પદ ગ્રહણ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ મહેન્દ્ર ભાઈ મુંજપરા દ્વારા મીડિયા કર્મી ઉપર જાહેરમાં ગાળો બોલી અને અભદ્ર વર્તન કરવામાં આવતા સુરેન્દ્રનગર મીડિયા કર્મીઓમાં રોષ નો માહોલ સર્જાઈ જવા પામ્યો છે જાહેરમાં બેફામ ગાળો બોલી અને આવા સમાચાર કેમ લખે છે તેમ કહી અને ગાળો આપવામાં આવી છે જેને લઇને સુરેન્દ્રનગરના મીડિયાકર્મીઓ પર રોષ નો માહોલ સર્જાઈ જવા પામ્યો છે.
સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા ખાતે આજે વહેલી સવારે નવા ચૂંટાયેલા સભ્યોને ચેરમેનપદનો આપવામાં આવ્યા હતા જેને લઈને તેમના પદ ગ્રહણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યાં જાહેરમાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલ સાંસદ સભ્ય મહેન્દ્ર ભાઈ મુંજપરા તથા ભાજપના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તે સમયે અચાનક એક ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર તથા એક મોટા અખબારી દૈનિકમાં પત્રકાર ઉપર અચાનક સાંસદ સભ્ય મહેન્દ્ર ભાઈ મુંજપરા ભડક્યા હતા.
સાંસદે મીડિયા કર્મી સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું જાહેરમાં ગાળો પણ દેવામાં આવી હતી ત્યારે ઉલ્લેખનીય છે કે તમામ મીડિયાના કર્મચારીઓ ઉપસ્થિત હતા તે સમયે જાહેરમાં ગાળો આપવામાં આવતા અન્ય મીડિયાકર્મીઓ માં પણ રોષની લાગણી વ્યાપી જવા પામી છે. ત્યારે હાલમાં સુરેન્દ્રનગરના મીડિયા કર્મીઓ દ્વારા સાંસદ સભ્ય મહેન્દ્ર મુંજપરા ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેવી માંગણી પણ કરવામાં આવી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ને પણ આ બાબતે સુરેન્દ્રનગરના મીડિયા કર્મીઓ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને ક્યારે ઉલ્લેખનીય છે કે મીડિયા કર્મીઓને માર મારી અને ઉઘરાવી લેવા સુધીની ધમકી નગરપાલિકાના ગ્રાઉન્ડમાં સાંસદ સભ્ય દ્વારા આપવામાં આવતા રોષની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે આ મામલે જગદીશ ભાઈ મકવાણા કે જે ભાજપના જિલ્લા પ્રમુખ છે તેમને પણ મીડિયા કર્મીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમણે ઉડાઉ જવાબ આપી દીધો છે કે સાંસદ સભ્ય મારું કાંઈ પણ માને તેમ નથી તેથી તમે તમારી રીતે કાર્યવાહી હાથ ધરો.