- કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના સાંસદ ડૉ. મનસુખ માંડવિયાએ વર્ચ્યુઅલ માધ્યમથી સરકારી તંત્ર સાથે ઉપલેટાના અમુક વિસ્તારમાં ફેલાયેલ કોલેરા અંગે રીવ્યુ મીટીંગ યોજી
- તત્કાલ સ્ક્રીનીંગ, વેક્સિનેશન અને લોક જાગૃતિ માટેના કાર્યક્રમો કરવા અંગે તંત્રને જરૂરી સૂચનાઓ આપી
આજે તારીખ 29 જૂન શનિવારના રોજ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી તથા 11 પોરબંદર લોકસભાના સાંસદ ડૉ. મનસુખ માંડવિયાએ પોતાના પંજાબના પ્રવાસ દરમ્યાન ધોરજી વિધાનસભાના ઉપલેટાના અમુક વિસ્તારોમાં ફેલાયેલા કોલેરા રોગની ચિંતા કરતા સરકારી તંત્ર સાથે વર્ચ્યુઅલ માધ્યમથી રિવ્યૂ મીટીંગ યોજી, જેમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી ત્યાંની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી. કોલેરા ફેલાવા પાછળના કારણો અંગે તેઓએ વિસ્તૃત ચર્ચા કરી.
ડૉ. માંડવિયાએ સુચના આપેલ કે કોલેરા લગત આરોગ્ય વિભાગની જે સોપ છે તેનો ચુસ્ત રીતે અમલ થાય તથા સતત સર્વેલન્સ ચાલુ રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવે, તંત્ર સતત અવલોકન કરે કે સોપનો અમલ થઈ રહ્યો છે તથા અન્ય કોઈ નવા કેસ આવે તો તે વિસ્તારનો પણ આ પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવે
ઉપરાંત કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કમિશનર હેલ્થ, કલેકટર રોજકોટ તથા આરોગ્ય વિભાગને સૂચના આપેલ કે SOP ઉપરાંત
1. કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં સંવેદનશીલ જૂથોમાં કોલેરા વિરોધી વેક્સિન લગાવવામાં આવે
2. જરૂર પડે AIIMS રાજકોટની ટીમ દ્વારા આ વિસ્તારની મુલાકાત લઇ ટેકનીકલ મદદ કરવામાં આવે તથા
3. લોકોમાં ખાનપાન અને સ્વચ્છતાની જાગૃતિ આવે તે દિશામાં તંત્ર જનજાગૃતિના પ્રયાસો કરે તથા લોકો પાણી ઉકાળીને પીવે, વાસી અને ગંદો આહાર ન લે તે માટે લોકોને સમજાવવામાં આવે તેવું એક અખબારી યાદીમાં જણાવેલ છે.