સમાજવાદી, બહુજન સમાજવાદી અને કોંગ્રેસ એક સાથે તાકાત લગાડી ભાજપને પછાડવા કરશે પ્રયાસ
ઉતરપ્રદેશમાં સમાજવાદી, કોંગ્રેસ અને બહુજન સમાજવાદી પક્ષના ધબડકા બાદ હવે આ તમામ પક્ષો એક થઈ ભાજપ સામે લોકસભા ચૂંટણીમાં લડવાની તૈયારી કરી રહ્યા છે.
સુત્રોના જણાવ્યા મુજબ સમાજવાદી પક્ષ, બહુજન સમાજવાદી પક્ષ અને કોંગ્રેસ એક થઈને ભાજપ સામે લડશે. ભાજપનું જોર વધવાના કારણે સ્થાનિક પક્ષોનો પ્રભાવ વધી ગયો છે. જેના કારણે અખિલેશ યાદવ, માયાવતી સહિતના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. હવે આ તમામ પક્ષો પોતાની તાકાત એક સાથે ભાજપ ઉપર લગાવવાની તૈયારીમાં છે. ભાજપે અગાઉ પણ બહોળા ગઠબંધનને ટકકર આપી હતી. ત્યારે આગામી ૨૦૧૯ની લોકસભામાં પણ વિરોધપક્ષો સામે ભાજપ પોતાનો તમામ જોર લગાવશે.
કોંગ્રેસ હાલ રાષ્ટ્રીય સ્તરે નબળી છે. રાજકીય તાકાત માટે નબળી પડેલી કોંગ્રેસ હવે સ્થાનિક પક્ષોનો ટેકો લેવાનું શ‚ કર્યું છે. સ્થાનિક પક્ષોને પણ રાષ્ટ્રીય સ્તરે વ્યાપ વધારવા કોંગ્રેસ જેવી નેશનલ પાર્ટીની જ‚ર છે. પરીણામે બંને પોતાના ફાયદા માટે ભાજપ સામે એકઠા થશે. ભાજપ પણ રાજકીય લાભ માટે તમામ પક્ષો સામે લડશે. એકંદરે મતોનો ધ્રુવીકરણ થશે. લોકોના મુજારાનો સીધો ફાયદો ભાજપને થશે. અગાઉ પણ આ રીતે ભાજપ ચૂંટણીમાં જીત મેળવી ચૂકયો છે.
મહાગઠબંધનમાં ભાગ લેનાર પક્ષોનું ઉદભવ સ્થાન ઉતરપ્રદેશ છે. આ તમામનો પાયો ઉતરપ્રદેશમાં હોવાથી મુખ્ય એપી સેન્ટર ઉતરપ્રદેશ રહેશે. તમામ પક્ષો ઉતરપ્રદેશમાં પોતાની તાકાતનું પ્રદર્શન કરશે. ગોવા, મણીપુર, ઉતરાખંડ અને ઉતરપ્રદેશમાં મળેલી નિષ્ફળતાનું પુનરાવર્તન ન થાય તે ભાજપના વિરોધ પક્ષો ધ્યાનમાં રાખશે.