૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા યુવક-યુવતીઓએ મતદાર યાદીમાં નામ અવશ્ય પણે નોંધાવવુ
અબતક સાથેની વાતચીતમાં ૨૦૧૯ અને ૨૦૨૦ની કામગીરીની ચર્ચા વિચારણા વિશે જણાવ્યું હતુ કે ૨૦૧૯નું વર્ષ ઈલેકશન કમિશન માટે ખૂબ અગત્યનું વર્ષ રહ્યું અને સમગ્ર દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી એપ્રીલ મે માસ દરમિયાન યોજાઈ જેના પરિણામ પણ રજૂ કરવામાં આવ્યા. ઈલેકશન તંત્ર માટે ખૂબ મહત્વની ઈવેન્ટ ગણવામાં આવે છે.રાજકોટડ લોકસભા વિસ્તારમાં જે ૧૮ લાખથી વધુ મતદારો છે. તેમના સુધી પહોચવા માટે લગભગ ૨૦ હજાર જેટલો સ્ટાફ અને પોલીસ તંત્રના જવાનોએ સાથે મળી કાર્ય પાર પાડયું ખૂબ સારી રીતે અને શાંતિપૂર્વક લોકસભાની ચૂંટણી પસાર થઈ છે.
આગામી વર્ષ ૨૦૨૦ મતદાર યાદી માટે ખૂબ અગત્યનું વર્ષ છે. અને દર વર્ષે જેમ મતદાર યાદીની સુધારણા ઝુંબેશ થતી હોય છે. તે કાર્યક્રમ ચાલુ જ છે. અને જે યુવા ભાઈ બહેનોની ઉમર ૨૦૨૦ સુધીમાં ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તો અવશ્ય તેઓ તેમનું મતદાર યાદીમાં નામ નોંધાવે અને આ કામગીરી માટે ૫ જાન્યુઆરી અને ૧૨ મી જાન્યુઆરીના દિવસે આપના બુથ પર માર્ગદર્શન મેળવી ફોર્મ નં.૬ ભરી યુવાનો મતદાર યાદીમાં નામ નોંધાવે તેવી લાગણી છે.