વોટિંગ મશીનનું ફર્સ્ટ લેવલના ચેકિંગ થી લઈ અધિકારીઓને વિવિધ ટાસ્ક સોંપવામાં આવ્યા: તમામ જિલ્લાઓમાં બેલના એન્જિનીયરોના ધામા
દેશમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ ગઈ છે. તમામ રાજકીય પક્ષો રણનીતિ બનાવવા લાગી ગયા છે. આ વચ્ચે હવે ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજથી રાજ્યમાં ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ લેવલનું ચેકિંગ થશે. લોકસભા ચૂંટણી ની તૈયારીઓ શરૂ ગઈ છે,અત્યારથી જ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ઉચ્ચ અધિકારીઓની ટીમ મેદાને ઉતરી છે, વોટિંગ મશીન નું ફર્સ્ટ લેવલ નું ચેકિંગ થી લઈ અધિકારીઓને વિવિધ ટાસ્ક સોપવામાં આવ્યા છે,જેના માટે એડિશનલ ક્લેક્ટર, મામલતદાર, નાયબ મામલતદારની ટીમ ફોજ કામે લાગી છે,રાજ્યના તમામ જિલ્લાને ફાળવવામાં આવેલા ઈવીએમ અને વિવિપેટ ની ચકાસણી કરવા સૂચન અપાયું છે.
આ માટે કલેક્ટર, મામલતદાર અને નાયબ મામલતદાર સહિત અન્ય કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે થાય તે માટે ઇવીએમના ફર્સ્ટ લેવલ ચેકિંગનું સીધું વેબ કાસ્ટિંગ કરાશે.
તમામ જિલ્લાના મામલતદાર, નાયબ મામલતદાર અને રેવેન્યુ તલાટીઓ બે સપ્તાહ માટે ઇવીએમ મશીનોની ચકાસણી કામગીરીમાં જોતરાઈ જશે.આજથી એટલે કે 3 ઓક્ટોબરથી ગુજરાતભરમાં ઈવીએમ અને વીવીપેટના ફર્સ્ટ લેવલની ચકાસણીની કામગીરી શરૂ થનાર છે.
આ માટે બેલના એન્જિનિયરોને બોલાવવામાં આવ્યા છે. બેલના 40થી વધુ એન્જિનિયરો ગુજરાત પહોંચ્યા છે. તપાસ દરમિયાન ભેલ કંપનીના એન્જિનિયરોની હાજરી રહશે તમામ મશીનની ચકાસણી 25 દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે.એપ્રિલ 2024 બાદ હવે ગમે ત્યારે લોકસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે જેથી ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવનારા કર્મચારીઓની યાદી બનાવવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે, દરેક સરકારી વિભાગોને તેમના કર્મઓનું લિસ્ટ મોકલી દેવા સૂચના અપાઇ છે.
આ લિસ્ટ મુકળવા પાછળ નો હેતુ એ હતો કે માર્ચ 2024 પછી નિવૃત થતાં કર્મચારીઓ અથવા હાલ અવસાન પામેલા કર્મચારીઓ અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા કર્મીઓના નામ માં કોઈ ભૂલ ના થાય અને લિસ્ટ માં માત્ર હયાત અને કામ કરતા કર્મીઓના જ નામ હોય ,જેથી લિસ્ટ ની કાળજી લેવા તમામ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
અધિકારીઓને 25 દિવસમાં કામ પૂરું કરવા અપાયા આદેશ
એન્જિનિયરો દ્વારા ઈવીએમ-વીવીપેટમાં ક્યાં ખામી છે તેની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા કલેક્ટર, મામલતદાર અને નાયબ મામલતદારને ઈવીએમ અને વીવીપેટની ચકાસણી 25 દિવસમાં પૂર્ણ કરવાનો આદેશ પણ અપાયો છે.