પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાષ્ટ્રીય નેતા શ્યામ જાજુ અને સુધીર ગુપ્તાજી પણ કેન્દ્ર સરકારના નવ વર્ષના કાર્યકાળની સિધ્ધી વર્ણવશે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારને નવ વર્ષ પૂર્ણ થતા આજે સાંજે 6 કલાકે શહેરના નાનામવા સર્કલ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉ5સ્થિતિમાં વિશાળ જનસભા યોજાશે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીય નેતા શ્યામ જાજુ અને સુધીર ગુપ્તાજી સભા સંબોધશે.
આ અંગે વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્ર્વીન મોલીયા, માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને નવ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે કેન્દ્ર તેમજ રાજયની ભાજપ સરકારે સંગઠન તેમજ સમાજની શક્તિને જોડીને અનેકવિધ લોકકલ્યાણકારી અને લોકહીતકારી યોજનાઓ દ્વારા જનતામાં અપાર લોકચાહના મેળવી છે.ત્યારે પ્રદેશ ભાજપ ધ્વારા આ કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે એક માસ સુધી વિશેષ જનસંપર્ક અભિયાન ચાલી રહયુ છે, અને સાંસદસભ્યો, ધારાસભ્યો, ભાજપ અગ્રણીઓ ધ્વારા ભાજપ સરકારની નવ વર્ષની સિધ્ધીઓની માહિતી ઘર-ઘર સુધી પહોંચાડી રહી છે. તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ધ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહયું છે
ત્યારે આજે સાંજે 6 કલાકે શહેર ભાજપ દ્વારા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમાં નાના મૌવા સર્કલ ખાતે વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવેલ છે. આ વિશાળ જનસભામાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય આગેવાન શ્યામ જાજુ અને સુધીર ગુપ્તાજી ઉપસ્થિત રહી સંબોધન કરશે.
ત્યારે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ આ વિશાળ જનસભા કાર્યક્રમને સફળ બનાવવા સુચારૂ આયોજન થાય તે અંતર્ગત ઉપસ્થિત કાર્યર્ક્તાઓને દિશાસુચન કરી વિવિધ જવાબદારીઓની સોંપણી કરેલ છે. ત્યારે આ વિશાળ જન સંમેલનમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ, વિવિધ સેવાકીય- સામાજીક સંસ્થાના અગ્રણીઓ તેમજ શહેરીજનોને ઉમટી પડવા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, સાંસદો મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, મહામંત્રી અશ્ર્વીન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ જાહેર અનુરોધ કરેલ છે.
ડો.ભરત બોઘરાના ઘરે “વાળુ” કરશે સી.આર.પાટીલ
પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.બોઘરાનો જન્મદિન હોય પાટીલ આપશે સરપ્રાઇઝ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણવાળી કેન્દ્ર સરકારે નવ વર્ષ પૂર્ણ કરતા ભાજપ દ્વારા રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી છે. આજે સાંજે રાજકોટ લોકસભા વિસ્તારનું મહા સંમેલન યોજાવાનું છે. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સભાને સંબોધવાના છે. દરમિયાન આજે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાનો જન્મદિન હોય પાટીલ રાત્રિો ભોજન અર્થાત “વાળુ” ડો.બોઘરાના નિવાસસ્થાને લેશે. તેઓની સાથે શહેર ભાજપના આગેવાનો, સાંસદ, ધારાસભ્યો પણ ડીનર પાર્ટીમાં સહભાગી થશે.
રાજકોટ લોકસભા મહાસંમેલનને સંબોધવા માટે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે સાંજે 6:30 કલાકે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે.
જ્યાંથી તેઓ સિધા જ સભા સ્થળે જશે. નાનામવા સર્કલ ખાતે જંગી જાહેર સભા સંબોધ્યા બાદ તેઓ એક અન્ય કાર્યક્રમમાં સામેલ થશે. ત્યારબાદ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાના નિવાસસ્થાને રાત્રિ ભોજન માટે જશે. આજે ડો.બોઘરાનો જન્મદિવસ હોય તેઓએ પ્રદેશ અધ્યક્ષને રાજકોટની મુલાકાત દરમિયાન ડિનર માટે આમંત્રિત કર્યા હતા. જેનો સી.આર.પાટીલ દ્વારા સ્વિકાર કરવામાં આવ્યો છે.
તેઓની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા, લોકસભાના સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, મેયર ડો.પ્રદિપ ડવ સહિતના શહેર ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.