- 2024 લોકસભા ચૂંટણીની તારીખ જાહેર
- સાત તબક્કામા ચૂંટણી યોજાશે
ચૂંટણી પંચે આજે લોકસભાની ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી.જેમાં 2024 લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. તેમણે કહ્યું કે તેઓ બે વર્ષથી ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. દેશમાં 7 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે. ગુજરાતમાં 7 મેનાં રોજ લોકસભાની ચૂંટણી યોજાશે . 4 જૂને સમગ્ર દેશમાં મતગણતરી થશે .
લોકસભા ચૂંટણી 2024માં કુલ 96.8 કરોડથી વધુ મતદાતાઓ
1.82 કરોડ પહેલીવાર મતદાતા
18-29 વર્ષની વયના 19.74 કરોડ મતદાતા
88.4 લાખ લોકો વિકલાંગ મતદાતા
82 લાખ લોકો 85 વર્ષથી ઉપરનાં મતદાતા
2.18 લાખ 100 વર્ષથી વધુ ઉંમરના મતદાતા
48 હજાર ટ્રાન્સજેન્ડર મતદાતા
દેશમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે: ચૂંટણી પંચની જાહેરાત
પ્રથમ તબક્કાનું મતદાન- 19 એપ્રિલ
બીજા તબક્કાનું મતદાન- 26 એપ્રિલ
ત્રીજા તબક્કાનું મતદાન- 7 મે
ચોથા તબક્કાનું મતદાન- 13 મે
પાંચમા તબક્કાનું મતદાન- 20 મે
છઠ્ઠા તબક્કાનું મતદાન- 25 મે
સાતમા તબક્કાનું મતદાન- 1 જૂન