શિવભાણસિંહ, સેલવાસ:
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં આજે લોકસભા પેટા ચુંટણી યોજાઈ રહી છે. સવારે ૭ વાગે મતદાન શરૂ યયું હતું. મતદાન મથકોં પર મતદારોને સેનિટાઇઝ કરી હૈન્ડ ગ્લોબસ અપાઈ રહ્યા છે. પછી જ મતદાન કરવા અંદર જવા દેવામાં આવી રહ્યા છે. અહિયાંના મતદારો બે વર્ષમાં બીજીવાર લોકસભા ચુંટણીમાં મતદાન કરી રહ્યા છે. મતદારોને આકર્ષવા ઘણાં પોલિંગ બૂથોને સજાવટ કરાયા છે. અત્યાર સુધીમાં 53 ટકા મતદાન નોંધાયું છે.
દાદરા નગર હવેલીની આ પેટા ચૂંટણી જીતવા શિવસેના અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. કલેકટર ડૉ. રાકેશ મિન્હાસ, ડીઆઈજી વિક્રમજીત સિંહ, એસપી હરેશ્વર સ્વામીપોલિંગ બૂથોંની વિજિટ કરી છે. બીજી બાજૂ શિવ સેના ઉમેદવાર કલાબેન ડેલકર, ભાજપ પ્રત્યાશી મહેશ ગાવિત, કાંગ્રેસ કંડીડેટ મહેશ ઘોડી બ઼ધા પોલિંગ બૂથોનાં મુલાકાત લીધી હતી. મહેશ ગાવિતે કૌંચા પારસપાડ઼ામાં પત્ની સાથે મતદાન કર્યું. આરડીસી ચાર્મી પારેખે જણાવ્યું કે સવારે ૧૧ વાગ્યા સુધીમાં ૨૩.૪૪ % જ્યારે બપોરના ૧ વાગ્યા સુધીમાં 39.27% મતદાન થયું છે. 3 વાગ્યા સુધીમાં 53 ટકા થયુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચુસ્ત બંદોબસ્ત બચ્ચે ચુંટણી યોજાઈ રહી છે. સવાર ૧૧ વાગેનું ચુંટણીનું મતદાન અને ગતી જોતા ૭૨ ટકા મતદાન થવાનું મનાય રહ્યું છે. સાંજે ૭ વાગ્યે સુધી મતદાન થવાનું છે. મતદાન મથકનાં ૧૦૦ મીટર દાયરામાં વોટિંગ કરવા આવેલા બધા વોટરોનું વોટિંગ કરાશે.