રંગીલા રાજકોટમાં આજે લોક મેળાનું લોકાર્પણ થવાનું છે. આ લોકમેળાનું લોકાર્પણ સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા મેળા બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોક મેળામાં માનવ મહેરામણને શું સુવિધા આપવામાં આવશે એ વિશે માહિતી આપવામાં આવી હતી.
કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજકોટ શહેર પોલીસ તરફથી 1200 થી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનો તૈનાત રહેશે.
> પ્રાઇવેટ 100 સિક્યુરિટી તૈનાત રહેશે
> લોકોને જો દુવિધા પડે તે નિવારવા કલેકટર દ્વારા 9499881562 નંબર જાહેર કરાયો
> રાજકોટ: લોકમેળામાં પોલીસ દ્વારા શસ્ત્ર પ્રદર્શનનો ભવ્ય સ્ટોલ રાખવામાં આવ્યો
> ફાયર સેફટી માટે લોકમેળામાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી
> લોકમેળાની આસપાસ 18 જગ્યાએ ફ્રી પાર્કિંગની સુવિધા કરવામાં આવી
> મુખ્યમંત્રી રાહત ફંડ મા આજે જિલ્લા કલેકટર ટીમ તરફથી લોકમેળાની આવક માંથી 51 લાખ રૂપિયા આપવામાં આવશે
> રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની લોક ઉપયોગી યોજનાઓને ઉજાગર માટે સ્ટોલ કરવામાં આવ્યા
> આજથી 5 દિવસ લોકમેળો ચાલશે , લોકમેળાના સ્ટેજ પર લોકો પોતાની ટેલેન્ટ નો ઉપયોગ કરી શકશે
> આનંદ નો માહોલ જળવાઈ રહે તેમજ શાંતિ પૂર્ણ રીતે મેળો યોજાઈ તે માટે લોકોને અપીલ
> લોકમેળામાં લોકો માટે વેક્સીનેશન સેન્ટર રાખવામાં આવ્યા તેમજ કોરોના ટેસ્ટ માટે પણ સેન્ટર રખાયા
> વરસાદ વધુ આવે તો લોકોને તકલીફ ન પડે તે માટે લોકમેળામાં વ્યવસ્થા કરાઈ , 3000 લોકોની કૅપેસિટી વાળો મુખ્ય ડોમ પણ તૈયાર કરાયો
> ઇશ્વરીયા પાર્ક તહેવારોમાં 5 દિવસ રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે