શાસકો અને અધિકારીઓ પ્રજાના પ્રશ્નો સાંભળશે: ભુપત બોદર
દર સોમવારે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે તમામ હોદેદારો તથા શાખાઅધિકારીઓ પ્રજાના પ્રશ્ર્નો સાથે બેસી સાંભળશે અને સવારે 11 થી 1ર લોકદરબાર યોજાશે તેવી જાહેરાત પ્રમુખ ભુપતભાઈ બોદર દ્વારા કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનને આઠ વર્ષ પૂર્ણ થયા છે અને દેશમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન ધ્વારા વિવિધ સેવાકાર્યો ચાલી રહયા છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ દેશ અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ગરીબોની પાયાની જરૂરીયાતો પૂર્ણ કરવા હંમેશા પ્રયત્નશીલ રહી છે અને સતત સેવાના સંકલ્પો સાથે કામગીરી કરતી રહી છે,
ત્યારે હવેથી દર સોમવારે સવારે 11 થી 1ર દરમ્યાન રાજકોટ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ ભૂપતભાઈ બોદર, ઉપપ્રમુખ સવીતાબેન વાસાણી, કારોબારી ચેરમેન સહદેવસિહ જાડેજા, શાસક પક્ષ્ાના નેતા વીરલભાઈ પનારા, દંડક અલ્પાબેન મુકેશભાઈ તોગડીયા, સહીતના તમામ હોદેદારો (સમિતિ
ચેરમેન) પ્રજાના પ્રશ્ર્નો સાથે બેસી સાંભળશે અને આવેલ પ્રશ્ર્નોનો ત્વરીત નિકાલ થાય તે દિશામાં ઝડપી કામગીરી કરવામાં આવશે. તેમજ ગ્રામ્ય વિસ્તારની પ્રજા ,સરપંચો, આગેવાનો સીધો સંપર્ક કરી પોતાના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવી શકે અને પ્રશ્ર્નોનો નિકાલ સૌ સાથે મળીને લાવે તેવા ઉમદા હેતુથી વહીવટની પ્રક્રિયા સંપુર્ણ પારદર્શક અને સરળ બને તે દિશામાં કામગીરી કરવામાં આવશે ત્યારે રાજકોટ જીલ્લાના ગ્રામવાસીઓનુ સશક્તિકરણ એ અમારી પ્રાથમિક્તા અને પ્રતિબધ્ધા રહેશે.