જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં લોક દરબાર કાર્યક્રમ યોજાયો
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો. પીપલોદ પોલીસ સ્ટેશનની તપાસ કરી પરેડનું નિરીક્ષણ કર્યું હતું .
લોક દરબાર કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક જણાવ્યું પીપલોદમાં થોડા સમય પહેલા લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો પીપલોદ પોલીસ સ્ટેશનમાંથી 1,50,000 થી વધુ દારૂ ચોરાઈ ગયો હતો . તે એક શરમજનક ઘટના છે તેમાં પણ આપણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને જીઆરડી જવાનો સામે હતા.
વધુમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું દારૂબંધી જુગાર જેવી અનૈતિક પ્રવૃત્તિ નહીં ચલાવી લેવામાં આવે તમારા સૌનો સાથ અને સહકાર જોશે તેમ ખાસ જણાવવામાં આવ્યું હતું.