વ્યાંજકવાદના લોક દરબારમાં પિડીતો ઉમટી પડયા
ધંધા માટે અને સારવાર માટે મજબુરી અને લાચારીના કારણે એક વખત વ્યાજના ચક્રમાં ફસાયા બાદ બહાર નીકળી શકાતુ નથી
તાત્કાલિક નાણાની જરુરીયાત પુરી કરવા ઉંચુ વ્યાજ ચુકવવાના બદલે બેન્કમાંથી લોન લેવી સરળ: જયોેતિન્દ્ર મામા
બપોર સુધીમાં 60 જેટલા પિડીતોએ વ્યાજના ધંધાર્થી સામે લેખિત ફરિયાદ આપી
વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલા પિડીતોની વ્હારે આવવા અને ન્યાય અપાવવા ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા સમગ્ર રાજયમાં ખાસ ઝુંબેશ શરુ કરવા કરેલી તાકીદના પગલે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે હેમુ ગઢવી હોલ ખાતે વ્યાંજકવાદ વિરુધ્ધ લોક દરબાર યોજી અસરગ્રસ્તોને રુબરુ સાંભળ્યા ત્યારે વ્યાજના ચક્રમાં ફસાયેલા પિડીતોએ પોતાની હૃદય દ્રાવક આપવિતી વર્ણવી હતી. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે વ્યાજની ચુંગાલમાં ફસાયેલા પિડીતોને પોલીસની જરુરી મદદ મળી રહે તે માટે તમામ પોલીસ મથકે વ્યાંજકવાદ વિરુધ્ધ લોક દરબાર યોજવાનું જાહેર કર્યુ હતું.
વ્યાંજકવાદ વિરુધ્ધ યોજાયેલા લોક દરબારમાં શહેરની ભાગોળે આવેલી એક જાણીતી કોલેજના વિદ્યાર્થીએ દેખાદેખીના કારણે આઇફોન લેવા માટે વરુા.50 હજાર વ્યાજે લીધા હતા. વ્યાજ ચુકવવા માટે અન્ય વ્યાજના ધંધાર્થી પાસેથી એક લાખ વ્યાજે લીધા હતા. આ રીતે વ્યાજનું વ્યાજ ચુકવવા થોડા જ સમયમાં વ્યાજનો આંક 21 લાખ સુધી પહોચી ગયો હતો ત્યાર બાદ વિદ્યાર્થીના પરિવારને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોતાને રુબરુ રજુઆત કરી ત્યારે તેને ફરિયાદ નોંધાવવા જણાવ્યું ત્યારે વિદ્યાર્થીના પરિવરે ફરિયાદ નોંધાવવાની ના કહી સમાધાન કરાવવાનો આગ્રહ રાખ્યો હતો. વ્યાજના ધંધાર્થીઓ સામે ગુના નોંધાશે તો જ વ્યાંજકવાદને નાબુદ કરી શકશુ તેમ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું.
વ્યાાંજકબાદ વિરુધ્ધ યોજાયેલા લોક દરબારમાં ખાસ ઉપસ્થિત રહેલાં નાગરિક બેન્કના જ્યોતિન્દ્ર મામાએ બીમારી કે ધંધા માટે નાણાની જરુર પડે ત્યારે નાગરિક બેન્ક જરુરીયાદત મુજબ લોન કરી આપવામાં આવે જ છે તેમ છતાં ઉચા વ્યાજે કેમ નાણા વ્યાજે લેવામાં આવે છે. તેવો સવાલ કરી જરુરીયામંદ માટે શહેરની તમામ સહકારી બેન્ક હર હમેશ મદદરુપ થવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.
લોક દરબારમાં તમામ પોલીસ મથક મુજબ ટેબલની ગોઠવણ કરી હતી અને બપોર સુધીમાં દરેક પોલીસ મથકની કુલ 60 જેટલી અરજી આવી છે. અરજીના આધારે વ્યાજના ધંધાર્થીઓ સામે ગુના નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે લોક દરબારમાં ડીસીપી ઝોન-1 સજજનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 સુધિરકુમાર દેસાઇ, ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, તમામ એસીપી, પી.આઇ અને પીએસઆઇ સહિતના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
વ્યાજના વિષચક્રમાં ત્રણ માસુમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
આજી ડેમ વિસ્તારમાંથી વ્યાજખોરનો ભોગ બનેલા કાજલબેન મનોજભાઇ સોની નામની મહિલા લોક દરબારમાં પોતાની રાવ સાથે ઉપસ્થિત રહ્યા હતા. પોતાના પતિ મનોજભાઇ સોનીએ રાજુ બોળીયા, બચુ બોળીયા, ભાણા આહિર અને સુરેશ આહિર પાસેથી રુા.4 લાખ વ્યાજે લીધા હતા. ચારેય વ્યાજના ધંધાર્થીઓને દરરોજ વ્યાજ પેટે બે હજાર રુપિયા ચુકવવાના હતા. એક દિવસ ંમનોજભાઇ સોની વ્યાજ ચુકી જતા વ્યાજખોરો દ્વારા મારકૂટ કરવામાં આવી હતી. અવાર નવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરી માર કૂટ કરવ્માં આવતી હોવાથી મનોજભાઇ સોનીએ તા.30-5-2022ના રોજ આપઘાત કરી લીધો હતો. જેના કારણે પોતાના ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમ છતાં ચારેય શખ્સો દ્વારા વ્યાજની ઉઘરાણી હજી પણ કરતા હોવાથી કાજલબેન પોતાનો જુનો વિસ્તાર છોડી હિજરત કરી અન્ય વિસ્તારમાં રહેવા જવાની ફરજ પડી છે.
વ્યાજંકવાદ વિરુદ્ધ ધોકો પછાડતી પોલીસ
વ્યાજખોરો વિરુદ્ધ ફક્ત ૫ દિવસમાં ૨૫ ગુન્હા દાખલ કરાયાં : પોલીસ કમિશ્નર
લોક દરબાર અંગે મીડિયા સાથેની વાતચીતમાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, લોક દરબારમાં આશરે ૬૦ જેટલી અરજીઓ મળી છે. ઘણા બધા અરજદારોએ રૂબરૂ આવીને રજુઆત કરી છે. રાજ્ય સરકાર દ્વારા અપાયેલી સૂચના મુજબ શહેર પોલીસ દ્વારા વ્યાજંકવાદ સામે લાલ આંખ કરી ૫ જાન્યુઆરીથી જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેના પગલે ફક્ત ૫ દિવસમાં ૨૫ જેટલા ગુન્હા દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, આજે જે અરજીઓ મળી છે તે અનુસંધાને પણ પગલાં લેવામાં આવશે. અરજીઓની તપાસ કરી, પુરાવા મેળવી, કાયદેસરનો ગુન્હો દાખલ કરી વ્યાજખોરો વિરુદ્ધ પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, જે અરજીઓ મળી છે તેની તપાસ કરીને ટૂંક સમયમાં જ ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે લોકોને અપીલ કરી છે કે, લોકો આગળ આવીને ફરિયાદ નોંધાવે જેથી વ્યાજંકવાદના દુષણને ડામી શકાય.
નોંધારા વૃદ્ધ દંપતિએ ત્રણ ગણી રકમ વ્યાજ પેટે ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ રખાઈ
લોક દરબારમા રજૂઆત લઈને આવેલા વૃદ્ધ મનીષાબેન કુડિયાએ જણાવ્યું હરુ કે, ૨૦૧૬ માં અમે વ્યાજે પૈસા લીધા હતા. જે પૈસા અમે ભરી શકીએ તેમ નથી. મારા પતિને એટેક આવી ચુક્યો છે અને મને પણ ડાયાબિટીસ, બીપીની તકલીફ છે. જેથી ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. અમે ૧૦ લાખ રૂપિયા ૫ ટકા લેખે લીધા હતા.આ પૈસાનું અમે એને ત્રણ ગણી રકમ વ્યાજ પેટે ચૂકવી આપી છે. અમારી પાસે હાલ સંપત્તિમાં એક મકાન છે, એ પણ લોન ઉપર છે. અમે વ્યાજખોરોને એવું પણ કહ્યું કે, તમારે અમારું મકાન જોતું હોય તો લઈ લો પણ હેરાન ન કરો પરંતુ તેઓ વારંવાર અમને હેરાન પરેશાન કરે છે. વારંવાર ફોન કરીને ગાળો આપે છે .
અમે એકવાર રજુઆત કરવા તેમની ઓફિસે પણ ગયેલા ત્યારે વ્યાજખોરોએ અમને કહેલું કે, આ ધોકા તમારા માટે જ રાખેલા છે જો પૈસા નહીં આપો તો ધોકાથી મારીશું. અમે કુલ ૧૭.૫ લાખ રૂપિયા વ્યાજે લીધાં હતા અને અત્યાર સુધીમાં ૨૭ હજાર ૫૦૦ રૂપિયા લેખે હપ્તો ૨૦૧૬ થી આજ સુધી અમે ભર્યા છે. તેમણે પિન્ટુ કવા રાઠોડ નામના વ્યાજખોર પાસેથી અમે પૈસા લીધેલ છે.