અબતક, રાજકોટ

ઝડપી અને બિનખર્ચાળ ન્યાય આપવાની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવાના અનુસંધાનમાં, પેટ્રોન-ઇન-ચીફ અને  ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા એન.વી. રમના ના માર્ગદર્શન હેઠળ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી  એ વૈકલ્પિક વિવાદ નિરાકરણ પધ્ધતિ  દ્વારા અદાલતો માં પેન્ડિંગ કેસોની સંખ્યા અસરકારક રીતે ઘટાડવા માટે લોક અદાલત પર ભાર મૂક્યો છે.

રાષ્ટ્રીય લોક અદાલતોમાં કેસોના મહત્તમ નિકાલ માટે તમામ રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળો સાથે પરામર્શ અને સમીક્ષા બેઠકો શરૂ કરવામાં આવી.

તમામ હિસ્સેદારોના મનોબળને વધારવા અને તૈયારીઓની જાણકારી લેવા માટે નાલસા દ્વારા તમામ રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળોના કાર્યકારી અધ્યક્ષો અને સભ્ય સચિવો સાથે ઘણી વખત વાતચીત કરવામાં આવી. આમ, ગઅકજઅ ના નેજા હેઠળના કાનૂની સેવા સત્તામંડળોએ લોક અદાલતના આયોજન માટે તેમની વ્યૂહરચના બદલી.

2021માં ચાર રાષ્ટ્રીય લોક અદાલતો દ્વારા 1.25 કરોડથી વધુ કેસોમાં સમાધાનથી સફળતા

તમામ પાયારૂપ પગલાંઓની સંચિત અસરના કારણે વર્ષ 2021 દરમિયાન અસાધારણ નિકાલના આંકડામાં પરિણમેલ. દેશભરમાં ચાર રાષ્ટ્રીય લોક અદાલતોમાં કુલ 1,27,87,329 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં 55,81,117 પેન્ડિંગ કેસો તેમજ 72,06,212 જેવા મોટી સંખ્યામાં પ્રિ-લિટીગેશન કેસો ની રેકોર્ડ સંખ્યાનો સમાવેશ થાય છે. તે ગર્વની વાત છે કે કાનૂની સેવા સત્તા મંડળો આટલી મોટી સંખ્યામાં કેસોનો નિકાલ કરવામાં મદદ કરી શક્યા અને કાનૂની તકરારોને સમાપ્ત કરીને અથવા અટકાવીને સામાન્ય નાગરિકોને રાહતનો શ્ર્વાસ આપ્યો.

રોગચાળા દરમિયાન પેન્ડિંગ કેસોની સંખ્યામાં વધારો થયો છે, જેના કારણે સિસ્ટમ પર વધારાનો બોજ પડ્યો છે. જો કે, લોક અદાલતો દ્વારા મોટી સંખ્યામાં નિકાલ સાથે, ન્યાયિક વહીવટ પરના આવા બોજને ઘટાડવામાં કાનૂની સેવા સત્તા મંડળો દ્વારા નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે. એ બાબતમાં કોઈ અતિશયોક્તિ નથી કે લોક અદાલતોએ કોઈપણ અન્ય વિવાદ નિરાકરણ પદ્ધતિ કરતાં વધુ સંખ્યામાં કેસોનું સમાધાન કર્યું છે અને વૈકલ્પિક વિવાદ નિરાકરણ પદ્ધતિના સૌથી અસરકારક સાધન તરીકે ઉભરી આવેલ છે.

આ અભૂતપૂર્વ આંકડાઓ હાંસલ કરવા એ સરળ કાર્ય નહોતું અને તે મુખ્યત્વે નિર્ણાયક વ્યૂહરચના ઘડવા અને તમામ સ્તરે હિતધારકોના મહાન યોગદાન અને પ્રયત્નોને કારણે શક્ય બન્યું હતું. વિશ્વ બેંક ગ્રૂપની ડેવલપમેન્ટ ઈમ્પેક્ટ ઈવેલ્યુએશન ટીમ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યના સંદર્ભમાં નમુનારુપે કરાયેલ અભ્યાસનો એક તાજેતરનો અહેવાલ, આવા પ્રયત્નો અને પરિણામોની સાક્ષી આપે છે.

 

લોક અદાલતએ વૈકલ્પિક વિવાદ નિરાકરણ માટે લોકપ્રિય પધ્ધતિ

કાનૂની સેવા સત્તામંડળોની રચના સમાજના નબળા વર્ગોને સક્ષમ કાનૂની સેવાઓ પુરી પાડવા માટે રચના કરવામાં આવી છે. છેવાડાના માનવીને આર્થિક અથવા અશકતતાના કારણે ન્યાય મેળવવાની તકો નકરી ન શકાય આથી લોક અદાલતનું આયોજન કરી કાનૂની વ્યવસ્થાની સમાન તકના આધારે ન્યાયને પ્રોત્સાહન આપે છે. અદાલતની બહાર સમાધાનની ભાવનાથી કાનૂની વિવાદોનાં ઉકેલ માટે છે લોક અદાલત એક સરળ અને અનૌપચારિક પ્રક્રિયાને અનુસરે છે. લાકે અદાલતમાં સમાધાનના કિસ્સામાં રિફંડ કરવામાં આવે છે. લોક અદાલતનો ઓર્ડર અંતિમ અને બિન અપીલપાત્ર છે.

બેમાંથી કોઈ જીતતું નથી કે હારતું નથી નાલશએ ઝડપી ન્યાય પ્રણાલી પુરી પાડવા માટે સામાન્ય નાગરિકોનાં ઘર સુધી પહોચ્યું છે. આ રીતે કોર્ટનો બોજ ઘટાડવામાં મોટો ફાળો આપ્યો છે.

 

આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીનો સંદેશો, સંઘર્ષને દૂર કરી સમાધાન હાંસલ કરવાનો

દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરતી વખતે અને કાનૂની સેવાઓનાં 25 વર્ષ પૂરા થવાના અવસરે લોક અદાલતો દ્વારા વિવાદોનાં નિરાકરણ પર નાલસાના ટેબ્લોમાં ભાર મૂકવામા આવ્યો છે. જેનો સંદેશ સંઘર્ષને દૂર કરીને સમાધાન હાંસલ કરવાનો છે. તે રીતે શાંતિ અને સંવાદિતા પ્રાપ્ત કરવા અને જાળવી રાખવાનો છે. એક મુઠી આસમાન-લોક અદાલત, વ્યાપક કાનૂની વ્યવસ્થા થીમ એક મુઠી આસમા સે સમાજના ગરીબ અને હાંસીયામાં ધકેલાઈ ગયેલા વર્ગો માટે આશ્ર્વાસન, નિશ્યત અને આશાવાદનું પ્રતિક છે.

ઝાંખીનો આગળનો ભાગ ન્યાય સબકે લીયે, દર્શાવે છે. જે નિર્ભયતા, ગેરંટી અને રક્ષણનો હાથનો સંકેત છે.પાછળના ભાગમાં એક હશથ તેની પાંચ આંગળીઓ એક પછી એક ખોલતો જોઈ શકાય છે, જેમાં લોક અદાલતના પાંચ માર્ગદર્શક સિધ્ધાંતો દર્શાવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.