1.71 લાખ પેન્ડિંગ કેસો તેમજ 2.19 પ્રિ-લિટીગેશન કેસમાં સુખદ સમાધાન
રાજ્યભરમાં શનિવારે યોજાયેલી લોક અદાલતો દરમિયાન સામેલ પક્ષકારો વચ્ચે સમાધાન કરીને કુલ રૂ. 921.54 કરોડના પતાવટ દ્વારા 3.90 લાખથી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના નેજા હેઠળ લોક અદાલતો યોજાઈ હતી. 3,90,782 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં 1.71 લાખ પેન્ડિંગ કેસો અને 2.19 લાખ પ્રિ-લિટીગેશન કેસ સામેલ હતા. આ દાવાઓમાં સામેલ પક્ષો સમાધાન પર પહોંચ્યા અને કેસોનો નિકાલ થયો છે.
અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં એક જ દિવસમાં 1.37 લાખથી વધુ વિવાદોના નિરાકરણ સાથે સૌથી વધુ સંખ્યામાં નિકાલ જોવા મળ્યો હતો. સુરતની જિલ્લા અદાલતે 46,381 કેસોનો નિકાલ કર્યો હતો, જે રાજ્યની તમામ અદાલતોમાં બીજા ક્રમે છે.
જીએસએલએસએના સભ્ય સચિવ આર એ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય લોક અદાલતે સફળતા હાંસલ કરી છે અને જીએસએલએસએ રાષ્ટ્રીય લોક અદાલત દ્વારા પડતર કેસોને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.