૧૦ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડયા: સમુહ યજ્ઞોપવિતનું પણ કરાયું આયોજન
લોહાણા યુવક પ્રગતિ મંડળે ૫૧મો સમુહ લગ્નોત્સવ યોજીને ઈતિહાસ રચી દીધો છે. આ સમુહ લગ્નમાં ૧૦ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા. દિકરીઓને ભેટમાં ૨૦૦થી વધુ વસ્તુઓ અપાઈ હતી. આ સાથે યોજાયેલા સમુહ યજ્ઞોપવિતમાં ૩૬ બટુકોએ જનોઈ ધારણ કરી હતી.
કાર્યક્રમ અંગે યોગેશભાઈ જસાણીએ કહ્યું હતુ કે દિકરીઓનાં ક્ધયાદાનને લઈ આ ખઊબજ મોટો એક પ્રસંગ છે, આ સંસ્થા દ્વારા ૫૧માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. એક સમૂહ લગ્નની પાછળ અંદાજે ૮ લાખ ‚પીયા થતો હોઈ છે.
રઘુવંશી સમાજનાં મહેમાનો ખૂબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. તે એક સરાહનીય વાત છે. કરીયાવરમાં ૨૫૦થી વધુ વસ્તુઓ આપવામાં આવી છે. જેમાં સોનાની વીંટી, અને સોનાનું કાનનું બોલયું, સોફાસેટ, કબાટ, ડ્રેસીંગ ટેબલ અને ઘરની એવી કોઈ વસ્તુ ન હોઈ જે કરીયાવરમાં ન અપાણી હોય આના માટે સમાજનો હું ખૂબ અંતકરણથી આભાર માનું છું.