૧ર નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડશે: ૩પ બુટકો યજ્ઞોપવિત ધારણ કરશે: રકતદાન શિબિરનું પણ વિશેષ આયોજન

લોહાણા સમાજના અગ્રણીઓએ  અબતકની શુભેચ્છા મુલાકાતમાં આપી વિગતો

૬૩ વર્ષથી સતત કાર્યરત સંસ્થા લોહાણા યુવક પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા તા.ર૪ ને રવિવારે રાજકોટ મ્યુનિ. કોર્પો. ના પૂ. રણછોડદાસબાપુ કોમ્યુનીટી હોલ, પારડી ચોક, આનંદનગર ખાતે બાવનમા સમુહલગ્ન યજ્ઞોપવિત સમારોહ રકતદાન શીબીરનું વિશાળ આયોજન મુખ્ય દાતા જયસુખભાઇ જસાણી, રાજુભાઇ જસાણી, સ્વ. ધીરજલાલ નારાણજી જસાણી ચે.ટ્રસ્ટ રાજકોટ મેરાલીક ઓટો લાઇના પ્રા.લી. તથા શ્રી વેદમાતા કોલ્ડ સ્ટોરેજ પ્રા.લી. રાજકોટ તથા પ્રમુખશ્રી યોગેશભાઇ જસાણી પરિવાર રાજકોટના સંપૂર્ણ આર્થિક સહયોગથી યોજવામાં આવેલ છે. પટમાં સમુહલગ્નમાં ૧ર નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે. જયારે ૩પ જેટલા બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર રધુવંશી સમાજના ગોર મહારાજ જયદીશ કનૈયાશાસ્ત્રી ભાવિકભાઇ શાસ્ત્રીની ટીમ દ્વારા વિધિ કરાવવામાં આવશે.

પરમાં સમુહલગ્નમાં સામેલ થનાર નવ દંપતિઓ માટે લગ્નના સ્થળે કન્યાઓને તૈયાર થવા માટે વિનામૂલ્યે બ્યુટી પાર્લરની સેવા માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં શોભનાબેન કારીયા તથા તેની ટીમ દર વર્ષે સેવા આપે છે. બહારગામથી પધારતા મહેમાનો માટે ઉતારાની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરી આપવામાં આવે છે.

ગુજરાતના લગ્ન નોંધણી ઘ્યાન મુજબ સમુહલગ્નમાં સામેલ થનાર નવદંપતિઓને લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર પણ વિનામૂલ્યે રજીસ્ટ્રર કરાવી આપવામાં આવશે. જેમાં  એડવોકેટ અજયભાઇ ઠકરાર પરિવારનો સહયોગ પ્રાપ્ત થયેલ છે. પરમાં સમુહલગ્નમાં સામેલ થનાર નવ દંપતિઓને મુખ્ય યજમાન જસાણી પરીવાર રાજકોટ દ્વારા સોનાની ચૂંક, ચુંદડી, પાનેતર, ચણીયો બ્લાઉસ પીટ-ર ચાંદીના પગના સાંકડા ખડક સ્ટીલની કોઠી કન્યાદાનમાં વાસણો બટુકોને ભાતામાં પેન્ટ શર્ટ પીસ તથા સંસ્થાના અન્ય દાતાઓ શુભેચ્છકો દ્વારા કિચન સ્ટેન્ડ, ગોદરેજનો કબાટ (રાજદેવ પરિવાર) સીલીંગ ફેન, ડ્રેસીંગ ટેબલ, ગાદલા ઓશીકાનો સેટ મિક્ષચર, બ્લેન્ડર, ડીનર સેટ, ચેર, ચાંદીનું મંગળસૂત્ર પંજાબી ડ્રેસ, ટીપોઇ સાડી પંજાબી ડ્રેસ કીચનની આઇટમો વગેરે સહીત ૧૫૦ થી વધુ ગૃહ ઉપયોગી  વસ્તુઓ આપવામાં આવશે.

તા.ર૩ ને શનિવારે સાંજે દાંડીયા રાસનો કાર્યક્રમ યોજાશે જેમાં પ્રિન્સ-પ્રિન્સેસ, વેલડ્રેસ, જેવા ઇનામો અપાશે. યજ્ઞોપવિત  મુર્હુત રવિવારે સવારે ૬ કલાકે કાશીયાત્રા સવારે ૭.૩૦ કલાકે ક્ધયા પક્ષ મંડપ મુર્હત  સવારે ૮ કલાકે હસ્તમેળાપ સવારે ૯.૩૦ કલાકે આર્શીવચન સવારે ૧૧.૩૦ કલાકે ભોજન સમારોહ બપોરે ૧ કલાકે યોજવામાં આવશે જેમાં લોહાણા મહાપરિષદ રાજકોટ લોહાણા  મહાજનના હોદેદારો  રાજુભાઇ પોબારુ, ડો. નીશાંતભાઇ ચોટાઇ, યોગેશભાઇ પુજારા, ડો. હિમાંશુભાઇ ઠકકર, રીટાબેન કોટક, તથા સમગ્ર જસાણી પરિવાર સહીત બહોળી સંખ્યામાં રધુવંશી અગ્રણીઓ ઉ૫સ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.