૪૦૦ જેટલા યુવક-યુવતી કાર્યક્રમમાં જોડાયા
જય રઘુવીર વેવિશાળ માહિતી કેન્દ્ર દ્વારા ગઈકાલે કેશરીયા મહાજનવાડી ખાતે પસંદગી મેળો યોજાયો હતો. જેનો અંદાજે ૪૦૦ યુવક-યુવતીઓએ લાભ લીધો હતો. સતત પાંચમાં વર્ષે આયોજીત આ મેળાને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો.
અબતક મિડીયા સાથેની વાતચીતમાં હરેશ કોટકે જણાવ્યું કે, રઘુવીર વેવિશાળ માહિતી કેન્દ્રમાં હું કાર્યરત છું. આ રઘુવીર વેવિશાળ માહિતી કેન્દ્ર સુરેન્દ્રનગર દ્વારા આ પાંચમો પરીચય મેળો છે અને રાજકોટમાં આ ત્રીજો પરિચય મેળો છે અને બે મેળાની અપ્રતિમ સફળતા મેળવ્યા બાદ આ ત્રીજો મેળો કરવાનો અમારો ઉત્સાહ છે અને આ મેળામાં અમે એક વિશેષ સવલત રાખી છે.
બે મેળામાં યુવક-યુવતીનાં પરિચય આપ્યા પછી બપોરે ત્રણ વાગ્યા પછી મીટીંગ ગોઠવાઈ અને આ વખતથી રજીસ્ટ્રેશન કર્યા બાદ જે વ્યકિત પસંદ આવે તેમની સાથે વાતચીત કરી અને પરીવારની સાથે વાતચીત કરી પસંદગી કરી શકશે જેથી આ પરીચય મેળામાં ૯૫૦ ઉમેદવારો ભાગ લેવાનાં છે અને બધાને મનગમતું પાત્ર મળે તેવી અમારી શુભકામના.
અબતક સાથેની વાતચીતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, જય રઘુવીર વેવિશાળ માહિતી કેન્દ્ર સુરેન્દ્રનગર દ્વારા નરેન્દ્રભાઈ પુજારા અને સુનિતાબેન પુજારા દ્વારા આ સમાજે મને કાંઈક આપ્યુ છે અને આ સમાજને પણ મારે કાંઈક આપવું છે એવી શુભભાવનાથી વાલી સંમેલન તથા પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
લોહાણા સમાજનાં દિકરા-દિકરીઓ એક જગ્યાએ એકત્ર થાય અને એકબીજાને ઓળખે તેવી પારિવારિક ભાવનાથી એકબીજાનાં પરિચય થાય અને ત્યારબાદ માહિતી પરથી જો કોઈ પસંદ પાત્ર મળે તો અહીંયા જ બેઠક થાય તેવો પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આજે ૪૦૦ જેટલા દિકરા-દિકરીઓ છે જેમનાં સ્વપ્નો પુરા થાય અને તેની સેક્ધડ ઈનીંગ્સ એટલે કે જીવનસાથીની પસંદગી થાય તેવી હું શુભકામના પાઠવું છું.