લોહાણા શ્રેષ્ઠી કીરીટભાઇ ગણાત્રાની વિશેષ ઉપસ્થિતિ
રાજકોટ લોહાણા મહાજનની કારોબારી તથા સમસ્ત મહાજન સમીતીના મીટીંગ તાજેતરમાં કેસરીયા લોહાણા મહાજન વાડી કાલાવડ રોડ ખાતે અકિલના મોભી તથા લોહાણા શ્રેષ્ઠી કીરીટભાઇ ગણાત્રાની ઉ૫સ્થિતિમાં મળી હતી.
જ્ઞાતિ ઉત્કર્ષના દ્રઢ નિશ્ર્ચય સાથે મળેલ આ મીટીંગમાં ચેરીટી બીગીન્સ એટ હોમના સૂત્રને લોહાણા મહાજનનાં હોદેદારોએ ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું હતું. મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારુ તથા અન્ય મહાજન હોદેદારો સભ્યો જીતુભાઇ ચંદારાણા, મનસુખભાઇ (કિશોરભાઇ) જમનાદાસ કોટક, ગોરધનભાઇ રાચ્છ, હિરેનભાઇ ખખ્ખર, ઇન્દિરાબેન શીંગાળા, મેહુલભાઇ અરવિંદભાઇ નથવાણી વિગેરેએ દાનની સરવાણી વહેતી કરી હતી. ર૧ લાખ રૂપિયા જેટલી રકમ જાહેર થઇ હતી.
મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારુએ જણાવ્યું હતું કે લોહાણા જ્ઞાતિ ઉપર પ.પૂ. જલારામ બાપાની અસીમ કૃપા છે અને તેથી જ્ઞાતિ હિત તથા જ્ઞાતિ ઉત્કષ ના એકપણ કામ રૂપિયાના વાંકે અટકશે નહી જેનો મને દ્રઢ વિશ્ર્વાસ છે. સમગ્રૅ વિશ્ર્વમાં રાજકોટ લોહાણા મહાજન દરેક સમાજ માટે પ્રેરણારુપ અને નમુનારુપ બનશે તેમાં બેમત ન હોવાનું જણાવ્યું હતું.
અઘ્યક્ષ સ્થાનેથી આશીર્વચન આપતા અકીલાના મોભી તથા લોહાણા શ્રેષ્ઠી કીરીટભાઇ ગણાત્રાએ પોતાના અસરકારક વકતવ્યમાં જણાવ્યું હતું કે વાદ-વિવાદ દફનાવીને જો આગળ વધીએ તો જ્ઞાતિ એકતાની તથા જ્ઞાતિના મહત્વની નોંધ રાજકીય ક્ષેત્રે સરકારે પણ લેવી જ પડે કારોબારી તથા મહાજન સમીતીની મીટીંગમાં ઉત્સાહપૂર્વકની વિશાળ હાજરી તથા ખરા અર્થમાં મહાજનોની ઉ૫સ્થિતિને કીરીટભાઇ ગણાત્રાએ ગર્વનો દિવસ ગણાવ્યો હતો.
રાજકોટ લોહાણા મહાજન નું હાલનું બંધારણ આશરે ૭૦ વર્ષો પૂર્વેનું હોય: બંધારણમાં સમયોચિત સુધારા અનિવાર્ય હોવાથી કારોબારી મીટીંગમાં સર્વાનુમતે બંધારણ સુધારણા કમીટીનું ગઠન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં મહાજન પ્રમુખ રાજુભાો પોબારુ , મહાજન કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન સહમંત્રી રીટાબેન કોટક (ત્રણેય સભ્યોની હોદાની રુએ નિમણુંક) ઉપરાંત કાયદાના તજજ્ઞ ડો. પુરુષોતમભાઇ પીપરીયા વહીવટી તજજ્ઞ હીરાભાઇ માણેક, કેળવણીકાર નવીનભાઇ ઠકકર, વ્યવસાયિક તજજ્ઞ રામભાઇ તથા સખાવતી કાયદાના તજજ્ઞ પ્રકાશાઇ ખંધેડીયા વિગેરેનો સમાવેશ કરાયો હતો. આ સમગ્ર કમીટી મુબ્બી કીરીટભાઇ ગણત્રાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરશે.
રાજકોટ લોહાણા મહાજન હસ્તકના યાત્રાધામ દ્વારકા, હરીદ્વાર તથા નાથદ્વારા ખાતેના અતિથિગૃહોને સુવિધાસભર બનાવવા માટે પણ કારોબારી તથા મહાજન સમીતીના સભ્યોમાંથી સંચાલન સમીતીનું ગઠન કરવામાં આવ્યું હતું. વાદ નહી સંવાદ તથા વિવાદ નહી પરંતુ વિકાસ ના સૂત્રને સાર્થક કરવા તથા જ્ઞાતિ એકતાની ઝાંખી કરાવવા માટે અકિલાના મોભી કીરીટભાઇ ગણાત્રાના યજમાનપદે જ્ઞાતિ અગ્રણીઓ- શ્રેષ્ઠીઓ, ઉઘોગપતિઓ, વેપારીઓ, પ્રોફેશનલ્સ તથા રધુવંશી સંસ્થાઓના પ્રમુખ-મંત્રીઓનું એક સ્નેહમિલન નજીકના ભવિષ્યમાં યોજવામાં આવશે. જેમાં નિમંત્રક તરીકે રાજકોટ લોહાણા મહાજન રહેશે.