રાજકોટના નામાંકીત સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોએ કેમ્પમાં સેવા આપી રોગો વિશેની માહિતી અને તેનાી બચવાના ઉપાયો વિશે માર્ગદર્શન આપ્યું: કેમ્પનો ૨૦૦થી વધુ દર્દીઓએ લાભ લીધો
લોહાણા મહાજન રાજકોટ તથા રઘુવંશી ડોકટર્સ એસોશીએાન રાજકોટના સંયુક્ત ઉપક્રમે રવિવારે ૮:૩૦ થી ૧:૦૦ વાગ્યા દરમિયાન લોહાણા મહાજનવાડી ખાતે સર્વજ્ઞાતિ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૨૦૦થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. રાજકોટના નામાંકીત સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો પોતાની સેવા આપી હતી. સાથો સાથ કેમ્પમાં મેડિકલ તજજ્ઞો દ્વારા વિવિધ રોગો અને તેના ઉપચારો, નિરોગી કેમ રહેવું, આરોગ્ય વર્ધક માહિતી અને રોગોને અટકાવવાના ઉપાયો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાલના માર્ગદર્શન સેમિનારમાં ઈએનટી સર્જન ડો.હિમાંશુ ઠક્કર, હરસ, ભગંદર, ફીશરના સ્પેશ્યાલીસ્ટ સર્જન ડો.આશિષ ગણાત્રા, કિડની, પરીને લગતા રોગો માટે યુરોલોઝીસ્ટ ડો.સુશિલ કારીયા, ડો.સંજય પોપટ અને ડો.રાજેશ ગણાત્રા, પેટ આંતરડાના રોગો માટે ગેસ્ટ્રોસર્જન ડો.સુનિલ પોપટ અને ડો.કૌશિક કોટક, દાંતના રોગો માટે ડો.રવિ મૃગ, ડો.વંદના મૃગ, ડો.કૃપા ઠક્કર, ડો.દિગંત ઠક્કર, ડો.પ્રેરણા ઠક્કર, ડો.ગૌરાંગ સચદેવ, ડો.માધવી બારાઈ, ડો.અંકિતા તન્ના, ડો.યજ્ઞેશ કારીયા, ડો.રાજ ભગદેવ સહિતનાઓએ પોતાની અમુલ્ય સેવા આપી હતી.
મહાજન પ્રમુખ રાજુભાઈ પોબારૂએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સર્વજ્ઞાતિ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પ તેમજ સર્વપ્રમવાર રોગો વિશેની માહિતી અને તેનાથી બચવા ઉપાયો માટેનું માર્ગદર્શન સેમીનાર કેમ્પ યોજાયો હતો. જેમાં રાજકોટના વિવિધ સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોને બોલાવવામાં આવ્યા હતા અને હજુ લોહાણા મહાજન જ્ઞાતિ દ્વારા જરૂરીયાત મુજબ દર મહિને આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
બાંધકામ સમીતીના ચેરમેન મનિષ રાડીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોહાણા મહાજન જ્ઞાતિ દ્વારા નિ:શુલ્ક સ્પેશ્યાલીસ્ટ નિદાન કેમ્પ અને માર્ગદર્શન સેમીનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને આ વતી હું અમારા લોહાણા મહાજનના પ્રમુખ રમેશભાઈ પોબારૂ તેમજ કારોબારી પ્રમુખ નિશાંતભાઈ ચોટાઈ સહિત સમગ્ર ટીમને ખૂબખૂબ અભિનંદન આપું છું.
સમગ્ર મેડિકલ ચેકઅપ કેમ્પને સફળ બનાવવા માટે પ્રમુખ રાજુભાઈ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંત ચોટાઈ, ઉપપ્રમુખ યોગેશભાઈ પૂજારા, સંયુક્ત મંત્રી ડો.હિમાંશુભાઈ ઠક્કર તા રીટાબેન કોટક, ઈન્ટરનલ ઓડિટર ધવલભાઈ ખખ્ખર, મેડિકલ ચેકઅપ કેમ્પ કોર્ડીનેટર ડો.આશિષ ગણાત્રા, ડો.પરાંગ દેવાણી, એડવોકેટ શ્યામલ સોનપાલ સહિતની સમગ્ર મહાજન ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.