બાળાઓથી માંડી મોટી ઉંમરની મહિલાઓ જોડાઈ: વેલડ્રેસ, બેસ્ટ પરફોર્મન્સને કેટેગરી પ્રમાણે ઈનામો અપાયા
રાજકોટના લોહાણા મૈત્રી મહિલા મંડળ બેડીનાકા વિસ્તારની સમગ્ર ટીમ દ્વારા કરણપરા ચોકની કેસરીયા વાડી ખાતે ગઈકાલે સાંજે ૪ થી ૭ દરમિયાન માં જગદંબાની આરાધના અર્થે ભવ્યાતિભવ્ય ગરીમાપૂર્ણ વાતાવરણમાં રાસગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ૫ થી ૧૨ વર્ષના બાળકો ૧૮ થી ૩૫, ૩૬ થી ૫૦ તથા ૫૦ થી વધુ ઉંમરના બહેનોએ ગરબામાં ભાગ લીધો હતો. આ પ્રકારની વેલકમ નવરાત્રી યોજી મહિલાઓને ઉત્સાહિત કરવામાં આવી હતી.
તમામ વિજેતાઓને આકર્ષક ઈનામોથી નવાઝ્યા: ઈન્દિરાબેન શીંગાળા
આ તકે સંસ્થાના પ્રમુખ ઈન્દિરાબેન શિંગાળાએ જણાવ્યું હતુ કે દર વર્ષે લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા ગરબાનું આયોજન થાય છે. આ વખતે પણ અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં ૧૦૦થી વધુ બહેનોએ ભાગ લીધો છે. જેમાં ૫ થી ૧૨ વર્ષના બાળકો તેમજ ૫૦ થી વધુની ઉંમરના બહેનો પણ જોડાયા છે. ગરબામાંભાગ લેનાર તમામ ગ્રુપને વેલડ્રેસ તથા બેસ્ટ પફોર્મન્સ તથા પ્રિન્સેસથી નિર્ણાયકોના નિર્ણય પ્રમાણે આકર્ષક ઈનામોથી નવાજવામાં આવનાર છે. દર વર્ષે લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ આ પ્રકારની સ્પર્ધા આયોજીત કરાઇ છે અને બહોળી સંખ્યામાં બહેનોએ રાસ-ગરબા લઇ માઁ જગદંબાની આરાધના કરી છે.