ઘણી વખત યુઝર્સ ગુગલના વર્કપ્લેસ એકાઉન્ટ જેવા કે જી-મેઈલ, ગુગલ ડ્રાઈવમાં log in કરવા માટે પાસવર્ડની જરૂર પડતી ત્યારે હવે વર્કસ્પેસ એકાઉન્ટ્સ અને ગૂગલ ક્લાઉડ એકાઉન્ટ્સ માટે ગૂગલ પાસકી ફીચર પણ બહાર પાડવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી પાસવર્ડ નાખ્યા વગર લોગીન કરી શકાશે પણ કેવી રીતે ?? ચાલો જાણીએ વિગતવાર…
ગૂગલે એન્ડ્રોઇડ ઉપકરણો માટે નવા સાઇન-અપ વિકલ્પ માટે પાસકી ફીચર રજુ કર્યો છે. આ સુવિધા અગાઉ વ્યક્તિગત એકાઉન્ટ્સ માટે વધારાના સાઇન-ઈન વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે આ સુવિધા વર્કસ્પેસ એકાઉન્ટ્સ અને ગૂગલ ક્લાઉડ એકાઉન્ટ્સ માટે પણ રોલઆઉટ કરવામાં આવી છે. આ ફીચરની મદદથી પાસવર્ડ નાખ્યા વગર લોગીન કરી શકાશે.
શું છે પાસ કી ફીચર ??
પહેલા તમે ફક્ત તમારા પાસવર્ડ મારફતે જ log in કરી શકતા ત્યારે હવે તમારી ડીજીટલ ઓળખ આપીને પણ log in કરી શકશો. પાસ-કી એક અનન્ય ડિજિટલ ઓળખ છે જે તમારા ઉપકરણ પર સેવ કરી શકાય છે. તે તમારા ઉપકરણમાં USB સિક્યોરિટીની જેમ રહી શકે છે અને તેની મદદથી લોગિન અથવા એક્સેસ સરળતાથી કરી શકાય છે. પાસ-કી સુવિધા પાસવર્ડ કરતાં વધુ સુરક્ષિત અને ઉપયોગમાં સરળ છે. પાસવર્ડ બદલવા માટે બનાવવામાં આવેલ, તે બાયોમેટ્રિક ચકાસણી માટે ટચ આઈડી અથવા ફેસ આઈડીનો ઉપયોગ કરી શકાય છે.
વર્ક પ્લેસ અકાઉન્ટ ક્યાં છે ??
Android, ChromeOS, iOS, macOS, Windows, Chrome, Safari, Microsoft Edge
પાસ કી એ એક સાઈન ઈન ફીચર છે જે વપરાશકર્તાઓને પિન, ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક વડે એપ્લિકેશન્સ અને વેબસાઇટ્સમાં સાઇન-ઇન કરવાની મંજૂરી આપશે. Google દાવો કરે છે કે પાસવર્ડ વિનાની સાઇન-ઇન પદ્ધતિ ફિશિંગ અને અન્ય સામાજિક ઇજનેરી હુમલાઓની અસરને ઘટાડે છે. ઓપન બીટા લોન્ચ સાથે, 9 મિલિયનથી વધુ સંસ્થાઓ તેમના વપરાશકર્તાઓને પાસવર્ડને બદલે પાસકીનો ઉપયોગ કરીને Google Workplace અને Google Cloud એકાઉન્ટમાં સાઇન ઇન કરવાની મંજૂરી આપી શકે છે.