તાલુકા પંચાયતના હોદેદારોએ રાજકોટ-કાલાવડ હાઈવે પર આવેલા બેઠા પુલનું નિરીક્ષણ કર્યું
લોધીકા તાલુકાના મોટાવડાગામે ચોમાસ દરમ્યાન ખીરસરાથી મોટોવડા જતો વાસીયાવાડીનો બેઠો પુલ સાવ બેસુમારહાલતમાં છે. વાહનને અવર જવર માટે મુશ્કેલી પડે છે. તેની રજૂઆત લોધીકા તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પંચાયત પ્રમુખને ગ્રામજનો દ્વારા કરવામા આવેલ તેમજ વડાગામનો જુનો પ્રશ્ર્ન છે જે ઈટાળા ડેમ ઉપર આવે છે તે ભરાય જાય એટલે મોટાવડા ગામની અંદરપણી આવે છે. અને મોટાવડાથી રાજકોટ-કાલાવડ હાઈવે જમા માટેનો રસ્તાનો પૂલ બેઠો હોવાથી ગામના શ્રમીકો ખેડુતો વિદ્યાર્થીઓને જવા માટે રસ્તો સાવ બંધ થરૂજાય છે. અને ગામનો વહીવટ ખોરવાઈ જાય છે. આ સમસ્યા જૂની છે. તેનુય નિરાકરણ લાવવા માટે તાલુકા પ્રમુખ અનિરૂધ્ધસિંહ ડાભીને મોટાવડા સરપંચ ભીમસિંહ જાડેજા તાલુકા પંચાયત સદસ્ય ઉમેશભાઈ પાંભર ગ્રામજનોએ ટીડીઓની હાજરીમા રજૂઆત કરેલ છે. ચોમાસા દરમ્યાન નાનામોટા પ્રશ્ર્નોનીવિગત તાલુકાના દૂર એક ગામની મુલાકાત લઈ સંભાળવામાં આવશે તેવું તાલુકા પંચાયત પ્રમુખ અનિરૂધ્ધસિંહ ડાભી જણાવે છે. અને આવા પ્રશ્ર્નોથી વહીવટ અધિકારીઓને માહિતગાર કરવામાં આવશે. જરૂર પડયે તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર પણ ગામડાની સમસ્યા જણાવવામાં આવશે.