રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબએ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સુચના કરેલ હોય અને ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.એમ.જાડેજાના માર્ગદર્શન અન્વયે લોધિકા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી એચ.પી.ગઢવી સાહેબ તથા પો.કોન્સ. શીવભદ્રસિંહ બાપાલાલ ગોહીલ તથા પો.કોન્સ. લગધીરસિંહ ભીખુભા જાડેજાને ખાનગી રાહે હક્કિત મળેલ કે, લોધિકા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૫૫/૨૦૧૬ ઇ.પી.કો.કલમ-૩૦૭, ૩૬૫, ૪૪૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જીપીએક્ટ કલમ-૩૭(૧), ૧૩૫ મુજબના ગુન્હામા છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો આરોપી નિર્મળસિંહ ઉર્ફે હપ્પાભાઇ રાજેન્દ્રસિંહ જાડેજા અમદાવાદ નવા નરોડા ગોપીનાથ રેસીડેન્સીમા રહે છે.
તેવી હક્કિત મળતા જે અન્વયેની હક્કિતની નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.એમ.જાડેજા સાહેબશ્રીને જાણ કરતા તેઓ સાહેબની સુચના મુજબ લોધિકા પોલીસ સ્ટેશનના ક્યુ.આર.ટી. ટીમના પો.કોન્સ. શીવભદ્રસિંહ બાપાલાલ ગોહીલ તથા લગધીરસિંહ ભીખુભા જાડેજા તથા અનિલભાઇ દશરથલાલ પટેલ તથા જયરાજભાઇ ભાનુભાઇ સોનારાને ક્યુ.આર.ટી. ટીમના ઇન્ચાર્જ પ્રો.એ.એસ.આઇ. સુરભીબેન ગગનભાઇ કેશવાલાની આગેવાનીમા અમદાવાદ ખાતે આરોપીની તપાસમા મોકલેલ અને પો.સબ.ઇન્સ.શ્રી એચ.પી.ગઢવી સાહેબના સીધા માર્ગદર્શન મુજબ ક્યુ.આર.ટી. ટીમના માણસો દ્રારા આરોપી નિર્મળસિંહ ઉર્ફે હપ્પાભાઇ રાજેન્દ્રસિંહ જાડેજાને પકડી પાડી લોધિકા પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી કાયદેસરની કાર્યવાહી હાથધરેલ છે.