શ્રી લોધીકા તાલુકા શિક્ષક સરકારી મંડળીમાંથી રૂા.57199ની ઉચાપતના ગુનાના કેસમાં તત્કાલિન મંત્રીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શ્રી લોધીકા તાલુકા શિક્ષક સરકારી મંડળીમાંથી ધિમ્મતલાલ વાજાએ ગત તા.1/7/97થી તા.30/6/99 દરમિયાન રૂા.57199ની કામ ચલાઉ ઉચાપત કર્યાની શાંતિલાલ બાબુભાઇ સરધારાની ફરિયાદ પરથી લોધીકા પોલીસે ગુનો નોંધી હતી.
સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ કરેલી અને તમામ સાહિત્ય કબ્જે કરી મંડળીમાં ભોગ બનેલા સભ્યોના નિવેદન નોંધેલા. સમગ્ર તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી.
કેસ લોધીકા કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે ફરીયાદી તથા સાહેદોની જુબાની નોંધવામાં આવી. બચાવ પક્ષના વકીલે તમામ સાક્ષીઓની ઉલટ તપાસ કરેલી અને કેસના અંતે ફરીયાદી તરફે સરકારી વકીલે અને આરોપી તરફે બચાવના વકીલે દલીલો કરેલી અને તમામ દલીલોના અંતે લોધીકાના પ્રિન્સીપાલ સીવીલ જજ એમ.એ.પીપરાણી બચાવપક્ષની દલીલોને માન્ય રાખી આરોપી ધિમ્મતલાલ વાજાને તમામ આરોપોમાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલા છે.
આરોપી તરફે વકીલ પિયુષ જે.કારીયા, પ્રદ્યુમનસિંહ એમ.જાડેજા, સચીન તેરૈયા, મોહિત લિંબાસીયા, રવિ ઠુમ્મર, અનિલ રાદડીયા, નિલેષ ભગત અને ધનરાજ ધાધલ રોકાયેલા હતાં.