લોધિકા તાલુકાના રાવકી ગામે આવેલ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં  મોડીરાત્રે  બુકાનીધારી ત્રણ લૂંટારુઓએ જે.પી. મેટલ નામના કારખાનામાં ત્રાટકી આદિવાસી યુવકને બંધક બનાવી મારમારી 65 કિલો કોપર વાયરની રીલ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી નાસી ગયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

 શ્રમિકને બંધક બનાવી  65 કિલો કોપર વાયર અને મોબાઈલની લૂંટ: ત્રિપુટીની શોધખોળ

આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુબ રાજકોટની ભાગોળે આવેલ લોધિકા તાલુકાના રાવકી ગામે જીઆઈડીસીમાં રહેતા આદિવાસી યુવાન જશવંત છગનભાઈ પારધી (ઉ.વ.22)એ પોલીસમાં  નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કાળા કપડા પહેરેલા ત્રણ અજાણ્યા શખ્સોના નામ આપ્યા હતા. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે  ફરિયાદી યુવાન છેલ્લા ત્રણ વર્ષથી રાવકી ગામે આવેલ જે.પી. મેટલ નામના કારખાનામાં નોકરી કરે છે.   ફરિયાદી  ઘરેથી જમીને કારખાને રાત પાળી માટે ગયો હતો અને કારખાનામાં એકલો કામ કરી રહ્યો હતો ત્યારે રાત્રીના એકાદ વાગ્યે  અજાણ્યા શખ્સોએ કારખાનાનો દરવાજો ખખડાવી અંદર ઘૂસ્યા હતા.

કાળા કપડા પહેરેલા ત્રણ લૂંટારુઓ પૈકી એક શખ્સે મોઢે બુકાની બાંધેલ હતું અને ત્રણેય  આરોપીઓએ આદિવાસી યુવાનને ધોકા-પાઈપ વડે બેરહેમીથી મારમારી અર્ધ બેભાન બનાવી કારખાનામાંથી રૂા.40 હજારની કિંમતની 65  કલો કોપર વાયરની રીલ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી નાશી ગયા હતા. બીજીબાજુ ભાનમાં આવેલા આદિવાસી યુવાને કારખાનામાં ઉપરના રૂમમાં સુતેલા મહેન્દ્ર રમેશભાઈ ગરાશીયાને જાણ કર્યા બાદ કોન્ટ્રાકટર અને શેઠને બનાવની જાણ કરતા તમામ કારખાને દોડી ગયા  હતા અને આદિવાસી યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ બનાવ અંગે લોધિકા પોલીસે લૂંટનો ગુનો નોંધી વિશેષ તપાસ  પીએસઆઈ વી.બી.ચૌહાણ સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.