પ્રાંત અધિકારી, મામલતદાર અને ટીડીઓ સવારે ૫ વાગ્યાી ફિલ્ડમાં: ડેમના દરવાજા ખોલાતા છ ગામોને અપાઈ ચેતવણી, બોડી ઘોડીમાં ૮ ઘેટા-બકરાના મોત
ધ્રોલના અનેક વિસ્તાર સંપર્ક વિહોણા: ૨૪ ગામને અસર
ગઈકાલી સતત વરસાદ વરસ્તા લોધીકા તાલુકાનો ડોંડી ડેમ ઓવરફલો થયો હતો જેથી ડેમનો એક દરવાજો ખોલતા સરપદળી વચલીઘોડીનો રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો. પડધરી તાલુકામાં ભારે વરસાદના પગલે પ્રાંત અધિકારી, મામલતદાર અને ટીડીઓ સવારે ૫ વાગ્યાી ફિલ્ડમાં રહ્યાં હતા. ડોંડી ડેમના દરવાજા ખોલાતા ૬ ગામોને અધિકારીઓએ સતર્ક રહેવાની સુચના પણ આપી છે. ઉપરાંત પુરના કારણે બોડી ઘોડીમાં ૮ ઘેટા-બકરાના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
પડધરી તાલુકામાં ૪॥ઈંચ તેમજ લોધીકા તાલુકામાં ૩ ઈંચ વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયો છે. ભારે વરસાદના પગલે બન્ને તાલુકાઓમાં ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન લોધીકા તાલુકાનો ડોંડી ડેમ ઓવરફલો થઈ જવા પામ્યો હતો. આ વેળાએ પ્રાંત અધિકારી ડો.ઓમપ્રકાશે વહેલી સવારે ડેમની મુલાકાત પણ લીધી હતી. ડેમ ઓવરફલો થતાં એક દરવાજો ખોલવામાં આવ્યો હતો. જે પાણી નદી માર્ગે આવતા સરપદળી બોડીઘોડી જવાના રસ્તામાં આવતો પુલ બંધ થઈ ગયો હતો. પુલ ઉપરી પાણી વહેતા પરિવહન અટકી ગયું હતું. જો કે થોડી કલાકો બાદ પાણી ઉતરતા પરિવહન ફરી શરૂ થઈ જવા પામ્યો હતો.
ડેમનો એક દરવાજો ખોલવામાં આવતા લક્ષ્મી ઈટાળા, નાના ઈટાળા, સરપદળ, રાદળ, હિદળ સહિતના ૬ ગામોને સતર્ક રહેવાની તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત વરસાદના પગલે મોટાવડા ગામનાં કોઝવેમાં પાણી ભરાયા હોવાના અહેવાલો મળી રહ્યાં છે. ભારે વરસાદી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હોવાી રાજકોટ ગ્રામ્ય પ્રાંત ડો.ઓમપ્રકાશ, પડધરી મામલતદાર તેમજ પડધરી તાલુકા વિકાસ અધિકારી સહિતના વહેલી સવારે ૫ વાગ્યાી ફિલ્ડમાં રહ્યાં હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
મળતી વિગત પ્રમાણે બોડી ઘોડીમાં વરસાદના પગલે ૮ ઘેટાના મોત થયા છે. ઉપરાંત ધ્રોલમાં પણ છેલ્લા ૨ કલાકમાં ૩ ઈંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. ધ્રોલના અનેક વિસ્તારો સંપર્ક વિહોણા થયા હોવાના પણ અહેવાલો મળી રહ્યાં છે. ઉપરાંત ૨૪ ગામોને ભારે વરસાદી અસર ઈ હોવાનું જાણવા મળ્યું છે.