ખેતરોમાંથી તીડને ભગાડવા થાળી વગાડતા ખેડૂતો
ગીર ગઢડા પંથકમાં તિડ ત્રાટકતા ખેડૂતોમાં ભય નો માહોલ પુનાભાઈ કવાડના ખેતરમાં ધીવાય વિસ્તારમાં તીડ ત્રાટકતા ખેડૂતો ની ચીંતામા વધારો થયો છે થાળી વેલણ વગાડી તિડ ને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે ગીર ગઢડા પંથકમાં બીજા દિવસે પણ તિડ નો આતંક યથાવત જોવા મળ્યો છે તાલુકાના ધોકડવા બેડીયા આજુબાજુ ના વિસ્તારમા તિડે આતંક મચાવ્યો છે ત્યારે મગ અડદ.તલ.જવાર. મકાઈ.મગફળી. શાકભાજી. સહીતના પાકોમા વ્યાપક નુકસાન પહોચાડીયુ હતુ જેથી ધરતી પુત્રો ને આર્થિક ફટકો પડયો છે આ તીડ ને ભગાડવા થાળી વેલણ વગાડી તિડ ને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ડાયાભાઈ જલૌન્ધરા તેમજ ધોકડવા ગામ ના સરપંચ દુલાભાઈ ગુજ્જર ગ્રામ સેવક જોષીભાઈ દ્વારા તંત્ર ને જાણ કરાઈ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે