તીડ નિયંત્રણ ટીમ દ્વારા રતનપુરા,ચુઢમેર,લોરવાડા અને ઢીમા ગામે દવાનો છંટકાવ કરાયો
થરાદ તાલુકાના 3 અને વાવમાં 1 કૂલ 4 લોકેશન પર તીડ નિયંત્રણની કામગીરી કરી હજારો તીડનો ખાત્મો કરવામાં આવ્યો હતો.
11 ટ્રેકટરમાં પંપ અને 1 ભારત સરકારના વાહનની મદદથી દવાનો છંટકાવ કરાયો હતો અને તીડનો નાશ કરવામાં આવ્યો.
હાલમાં તીડનું જૂથ છુટુછવાયુ અને વેર વિખેર થઈ ગયુ છે. છતાં જો સર્વે ટીમને જિલ્લામાં રાત્રી રોકાણનુ લોકેશન મળશે તો તેના નિયંત્રણની કામગીરી પુર્ણ કરવામાં આવશે. હાલમાં નિયંત્રણ લાયક એક પણ લોકેશન નથી.