કોરોનાના કહેરને લીધે ચાર વ્યકિતઓને એકત્ર થવા પર પ્રતિબંધ હોવા છતા ગીતાનગર પ્રા.શાળામાં શિક્ષકોએ અનાજ વિતરણ માટે કૂમળા બાળકોને મોટી સંખ્યામાં એકઠા કરીને તેમના જીવને જોખમમાં મૂકયા
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ આતંક મચાવી રહ્યો છે ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર લોકોને ઘરે રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહ્યા છે.
પડધરી તાલુકા ની ગીતાનગર પ્રાથમિક શાળા ના સંચાલકો દ્વારા સરકારના કાયદાઓનું ઉલ્લંઘન કરતા નજરે પડી રહ્યો છે. ગીતાનગર પ્રાથમિક શાળામાં શિક્ષક, મધ્યાહન ભોજન સંચાલક અને આંગણવાડીની બહેનો દ્વારા ૧૦૦ થી વધુ જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવીને એકત્ર કર્યા હતા. આવી મહામારી મા સરકાર જ્યારે બે વ્યક્તિ વચ્ચે ૧ મીટરથી વધું ના અંતર બનાવી રાખવા માટેની સુચનાઓ આપી રહી છે અને કાયદો અને વ્યવસ્થા નુ અમલીકરણ કરાવા સહયોગ આપવા નુ કહે છે. પરંતુ ગીતાનગર ના સંચાલકોને કાયદાની ફિકર જ ના હોય તેમ ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ એકઠા કરી ઘઉં અને ચોખાના અનાજનું વિતરણ કરી રહ્યા હતા. પડધરી તાલુકા પ્રેસ મીડિયા ના પ્રતિનિધિઓ ઘટના સ્થળે પહોંચ્યા તો ઉલટાના સંચાલકો પ્રેસ રિપોર્ટર ને પ્રશ્નો કરવા માંડ્યા. ઊલટા ચોર કોટવાલ કો ડાટે કહેવત ખરેખર સાર્થક કરી હોય તેમ પ્રેસ રિપોર્ટર સાથે દુર્વ્યવહાર કરી અને તમે પરમિશન વગર એન્ટર ના થઇ શકો તેવા સવાલો કરી પોતે શિક્ષક હોય છતાં કાયદા અને વ્યવસ્થાનું પાલન ના કરતા હોય તો આવા શિક્ષકોને પસંદગી ક્યાંથી કરવામાં આવે છે. પડધરી તાલુકા ની અનાજ કરિયાણા અને દૂધ ડેરી ની દુકાનો બહાર ૧ મીટર થી વધુ ના અંતરે ઉભા રાખી અને બે વ્યક્તિ વચ્ચેનું ડિસ્ટન્સ ક્રિએટ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગીતાનગર શાળામાં બાળકોને એક રુમમાં ભેગા કર્યા હતા અને કંપાઉન્ડમાં બાજુ બાજુ માં ઉભા રાખ્યા હોય કાંઈ પણ પ્રકારનો કાયદાનો ડર રાખ્યા વગર જાહેરનામાના ભંગ કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા. કોરોનાવાયરસ બાળકો અને વૃદ્ધોમાં ઝડપથી ફેલાતો હોય અને સરકાર બાળકો અને વૃદ્ધો ની વધારે સાવચેતી રાખવા માટેના પગલાં લઈ રહી છે અને બાળકોની પરીક્ષા રદ કરી તેને માસ પ્રમોશન પણ આપવામાં આવ્યું છે છતાં પણ આવા એજ્યુકેટેડ વર્ગ ના શિક્ષકો, તથા મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા જો આવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે તો આ વાઇરસ સામે કેમ લડી શકશો તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. ગીતા નગર પ્રાથમિક શાળામાં જે અનાજ નું વિતરણ કરવામાં આવી રહ્યું હતું તેમાં આપેલા કૂપન પણ બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ તાલુકાની શ્રી નાણોટા પ્રાથમિક શાળા ના કુપન છે અને અનાજ પડધરી ની ગીતાનગર સ્કુલમાં અનાજ આપવામાં આવી રહ્યું હતું તો હવે એવું દર્શાવી રહ્યું છે કે આ અનાજ વિતરણ નું પણ એક મોટું કૌભાંડ હોઈ શકે? એ તો તંત્ર દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવે તો જ ખબર પડે. અધુરામાં પુરુ પ્રેસ મિડીયાના પ્રતિનિધિઓ સ્કૂલની મુલાકાત લેતા સ્કુલના પ્રિન્સીપાલ દ્વારા પ્રેસ મીડિયા પ્રતિનિધિ સાથે ગેરવર્તણૂક કરી અને પરમિશન લીધા વગર કેમ અંદર ઘુસ્યા ની રટ લગાડી અને પ્રેસ મીડિયા પ્રતિનિધિ નું અપમાન કર્યું હતું સાથે સાથે મધ્યાન ભોજન ના સંચાલક બહેને પણ પ્રેસ મીડિયા પ્રતિનિધિ ઓ સાથે ગેરવર્તણૂક કરી સ્કૂલ માંથી બહાર નીકળો તેવું રટણ ચાલુ રાખતા અંતે પ્રેસ મીડિયા પ્રતિનિધિ દ્વારા પોલીસને બોલાવીને જે બાળકો એકત્રીત થયેલા બાળકો દુર દુર ઉભા કરાવ્યાં હતાં.