રાજકોટ શહેર, ગ્રામ્ય, પોરબંદર, જામનગર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં ૪૧૦ વાહન ડીટેઇન કરાયા
કોરોના વાયરસ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યો હોવાથી ભારતમાં કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા લોક ડાઉનને તા. ૩ મે સુધી લંબાવવામાં આવ્યા બાદ લોક ડાઉનનો ભંગ કરી રાજકોટ, રૂરલ, મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર અને બોટાદ પોલીસે લોક ડાઉનનો કડક રીતે અમલ કરાવવા ૭૯૦ શખ્સોને વિના કારણે આટા ફેરા કરતા પોલીસે ધરપકડ કરી છે. ૪૧૦ વાહન ડીટેઇન કર્યા છે.
રાજકોટ શહેરના ગરૂડની ગરબી, જ્યુબીલી ચોક, યાજ્ઞિક રોડ, ડી.એચ.કોલેજની ચાની કેન્ટી, માલવીયા ચોક અને રોટરી મ્યુઝીયમ પાસેથી ૧૧ શખ્સોને એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ગણેશનગર, આસ્થા હોસ્પિટલ, બ્રાહ્મણીયાપરા, ગીરીરાજ પાર્ટી પ્લોટ અને કુવાડવા રોડ પાસેથી ૯ શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ચુનારાવાડ ચોક, આજી વસાહત, ભાવનગર રોડ અમુલ સર્કલ, રાજમોતી મીલ અને સંત કબીર રોડ પાસેથી ૨ શખ્સને થોરાળા પોલીસે ધરપકડ કરી છે. ન્યુ સાગર સોસાયટી, કોઠારિયા કોલોની અને જલજીત હોલ પાસેથી ૬ શખ્સોને ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે. સાત હનુમાન મંદિર પાસેથી ૨ શખ્સોની કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. કોઠારિયા ગામ, સાંઇ બાબા સર્કલ, રણુજા મંદિર, ખોખડદડ અને કોઠારિયા સોલવન્ટ પાસેથી સાત શખ્સોને આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે. આનંદ બંગલા ચોક, મવડી રીંગ રોડ, સ્વામી નારાયણ ચોક, કોટેચાનગર, પી.ડી.એમ. કોલેજ, મવડી મેઇન રોડ અને ચંદ્રેશનગર પાસેથી ૨૨ શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી છે. કનૈયા ચોક, ગાંધીગ્રામ, બજરંગવાડી, મોચીનગર, એસ.કે.ચોક, ઇન્દિરા સર્કલ, રામાપીર ચોકડી, રૈયા ચોકડી, લાખનો બંગલો, મોદી સ્કૂલ, વૈશાલીનગર અને આમ્રપાલી પાસેથી ૨૮ શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. વીરડા વાજડી ચેક પોસ્ટ, શિતલ પાર્ક, ચિત્રકૂટ સોસાયટી, પૂષ્કરધામ સોસાયટી, રામ પાર્ક, રૈયાધાર સ્લમ કવાર્ટર, એ.જી.સ્ટાફ કવાર્ટર, રૈયા ગામ, દ્વારકેશ પાર્ક, આકાશવાણી ચોક, સાધુવાસવાણી રોડ, ગોપાલ ચોક, જ્યોતિનગર અને યુનિર્વસિટી રોડ પાસેથી ૨૫ શખ્સોને યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે. પારસી અગીયારી ચોક અને જામ ટાવર ચોક પાસેથી ચાર શખ્સોની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. મવડી ગામ પાસેના બીલીપત્ર એપાર્ટમેન્ટનું પાર્કીગ, પ્રદ્યુમનગ્રીન સિટી, કસ્તુરી રેસિડેન્સી, ઠાકર ચોક, આસ્થા રેસિડેન્સી, વાવડી ચેક પોસ્ટ, વ્રજ વિલા એપાર્ટમેન્ટ અને રામધણ આશ્રમ પાસેના સંસ્કાર સિટી પાસેથી ૧૭ શખ્સોની તાલુકા પોલીસે ધરપકડ કરી
રાજકોટ ગ્રામ્યના કોટડા સાંગાણીના ૭, લોધિકા ૧૦,ધોરાજીમાં ૨૫, જામકંડોરણામાં ૫, જેતપુરમાં ૧૦, વિરપુરમાં ૧૧, ગોંડલમાં ૧૮, પડધરીમાં ૧૧, ઉપલેટામાં ૨૪, ભાયાવદરમાં ૧૯, પાટણવાવમાં ૧૩, જસદણમાં ૧૨, ભાડલામાં ૧૧, વિછીંયામાં ૪, આટકોટમાં ૫ અને શાપરમાં ૧૧ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.બોટાદમાં ૪૪, દેવભૂમિ દ્વારકામાં ૧૯, ગીર સોમનાથમાં ૫૦, મોરબીમાં ૭૪, પોરબંદરમાં ૫૭, જૂનાગઢમાં ૧૩૩ અને જામનગરમાં ૧૦૨ શખ્સોની ધરપકડ કરી છે. રાજકોટ શહેર, ગ્રામ્ય અને મોરબી પોલીસે ૪૧૦ વાહન ડીટેઇન કર્યા છે.