કલાકાર કિર્તીદાન ગઢવી, ધીરુભાઇ સરવૈયા, અને અલ્પાબેન પટેલે દુહા છંદની રમઝટ બોલાવી: અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત
પોલીસ હેડકવાર્ટર ખાતે અંબાજી માતાજીના મંદીરના ર્જીણોઘ્ધાર માટે શહેર પોલીસ પરિવાર દ્વારા આયોજીત સંતવાણી, લોકડાયરામાં કલાકાર કીર્તીદાન ગઢવી તેમજ ધીરુભાઇ સરવૈયા અને અલ્પાબેન પટેલે દુહા-છંદ અને હાસ્યની રમઝટ બોલાવી હતી. આ તકે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોત, ડીસીપી વાઘેલા, એસપી ઝાલા સહીત પોલીસ અધિકારી હાજર રહ્યા હતા.
રાજકોટ હેડ કવાર્ટર ખાતે આવેલા અંબાજી મંદીરના ર્જીણોઘ્ધાર માટે આયોજીત લોકડાયરામાં ધીરુભાઇ સરવૈયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેર પોલીસ પરિવાર દ્વારા આયોજીત જાહેર લોકડાયરાને માણવા આજે શહેરીજનોમાં અદ્રમ્ય ઉત્સાહ જોવા મળે છે ત્યારે હું કહીશ કે ધર્મ અને કર્મ આ બે અનુયાય છે જેના હાથમાં સત્તા છે એમણે ધર્મનું રક્ષણ કરવું જોઇએ. રાજકોટનાં પોલીસ અધિકારીઓ કયારેય તેની ફરજ ચુકયા હોય એવું મારા ઘ્યાને આવ્યું નથી. અનુપમસિંહ તેમજ કરણરાજસિંહ હંમેશા કલા, સાહિત્ય અને કલાકારોને પ્રોત્સાહીત કરતા આવ્યા છે. જેનો હું સાક્ષી છું. કાયદા કાનુનના કાર્યક્ષેત્રની સાથો સાથ જનતાને ધાર્મિક કાર્યક્રમ દ્વારા સામેલ થવાનું પ્રોત્સાહન પુરુ પાડે છે. ઘણા કિસ્સાઓમાં અભાન પણે થયેલા ગુન્હાના ગુનેગારને સાત્વીક વિચાર આપી સામાજીક વિચારધારામાં પરત લાવવાનું ભગીરથ કાર્ય કરતા મે જોયા છે. આમ કરીને આ અધિકારીઆ ગુનેગારોને સુધરવાની તક આપી સાંપ્રાત સમાજ જીવનમાં પરત ફરવાનું ઇંજન પુરુ પાડે છે.
ઘણાં એવા લોકોની સુધારણાના કિસ્સા મારા ઘ્યાનમાં છે કે જયા પોલીસ અધિકારીઓની માનવીય સંવેદના જોવા મળી હોય અને અધિકારીઓની સમજાવટ અને માર્ગદર્શનથી વ્યકિતમાં ઘરમુળથી સુધારો આવ્યો હોય,
કીર્તીદાન ગઢવીએ કહ્યું હતું કે અંબાજી માતાના મંદીરના જીણોઘ્ધાર માટે પોલીસ પરીવાર દ્વારા કરવામાં આવેલા આ આયોજનને હું બિરદાવું છું. માં જગદંબાના મંદીરના પુરોઘ્ધાર માટેના પ્રયત્નો ખુબ જ સફળ થશે. ખાસ કરીને રાજકોટ તો મારુ આંગણુ છે મારા ઘરના આંગણામાં આ કાર્યક્રમ રજુ કરતા હું ખુબ ખુશીની લાગણી અનુભવું છું.
કમિશ્નર અનુપમસિંહ ગહેલોત કહ્યું હતું હતું કે અંબાજી માતા મંદીર સેવા સમીતી દ્વારા હેડ કવાર્ટરમાં કરવામાં આવેલ ડાયરાના આ આયોજનમાં આમંત્રીત કલાકારો કિર્તીદાન ગઢવી, ધીરુભાઇ સરવૈયા અને અલ્કાબેન પટેલે એમની કલાથી રાજકોટવાસીઓને મંત્રમુગ્ધ કર્યા તેમજ જે આશયથી આ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું તે આશય એટલે હું અમ્બા માતાજીના મંદીરના જીણોઘ્ધના ઉપલક્ષ્ય માં આ આશય પાર પડયો છે. હું રાજકોટ શહેર પોલીસ પરિવાર તેમજ રાજકોટની જાહેર જનતાનો આભાર વ્યકત કરું છું.
અલ્પા પટેલે કહ્યું હતું કે, કાયદા કાનુન વ્યવસ્થા દ્વારા લોક સંસ્કૃતિને ટકાવી રાખવા માટે રાજકોટ શહેર પોલીસ પરીવાર દ્વારા અંબાજી મંદીરના ર્જીણોઘ્ધાર માટે આયોજીત આ લોકડાયરાનો હિસ્સો બનવાનો મને આનંદ છે. સમગ્ર પોલીસ વિભાગ તેમજ પોલીસ પરીવારને હું આવી અનન્ય આયોજન બદલ શુભેચ્છા પાઠવું છું.
ગીર સોમનાથ જીલ્લાના રિફરૂટ તરફથી રૂ ૪.૫૧ લાખનો ફાળો
અંબાજી માતાજી મંદીરના જીણોઘ્ધાર માટે રાજકોટ ખાતે ટ્રેનીંગ લઇ રહેલા ગીર સોમનાથ જીલ્લાના રીફરૂટ તરફથી રૂ ૪.૫૧ લાખનો ફાળો અર્પણ કરાયો હતો.અબતક ડિજિટલ પર ૧ લાખ લોકોએ લાઇવ ડાયરો નિહાળ્યો