ગુજરાતી ફિલ્મો, રંગભૂમિના કલાકારો લોકડાઉનમાં સમય પસાર કરવા અજમાવે છે અવનવી તરકીબ
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ર૧ દિવસના લોકડાઉનના સમયગાળામાં લોકો સમય પસાર કરવા અવનવા નુસખા કરવામાં આવ્યા છે.
આર્થિક સામાજીક, રાજકીય ક્ષેત્રોના આગેવાનો પણ લોકોને સમય પસાર કરવા વિવિધ સુચનો આપે છે.
આવા સંજોગો ગુજરાતી ફિલ્મો અને રંગભૂમિ સાથે સંકળાયેલા કલાના કસબીઓ સમય કેવી રીતે પસાર કરે છે તે જાણવાની લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
ત્યારે ‘અબતક’દ્વારા કલાના કસબીઓના સંદેશા વાંચકો સુધી પહોચાડવાનો પ્રયાસ થયો છે.
ઘરમાં જ રહો, સુરક્ષિત રહો: અભિનેત્રી જાનકી બોડીવાલા
‘છેલ્લો દિવસ’ જેવી અનેક પ્રસિધ્ધ ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી જાનકી બોડીવાલાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં ‘લોકડાઉન’ના ૨૧ દિવસનાં પોતાના સમય પસારની વાત કરતાં જણાવેલ કે મને આજે એવો સમય મળ્યો કે હું મારી જાત સાથે જીવી રહી છું, છેલ્લા સાત દિવસથી હું ઘરની બહાર નીકળી નથી. જાનકી બોડીવાલા અત્યારે નવરાશના સમયમાં નવી-નવી ફિલ્મો સાથે લખવાનો શોખ પુરો કરે છે. ફેમીલી સાથે રહેવાનો મોકો મળતા જાનકી મમ્મીને રસોયમાં હેલ્પ કરે છે. મનગમની વાનગી બનાવીને ટેસ્ટી-ટેસ્ટી ભોજન પરિવાર સાથે માણે છે.
હોલીડે જેવી ફિલીંગ અનુભવતી અભિનેથી જાનકી બોડીવાલા નવા-નવા ગીતો સાંભળે છે, મોબાઈલથી મિત્રો સાથે વિડીયો કોલીંગથી વાતો કરે છે, ઘરની સાફ-સફાઈમાં મદદરૂપ થાય છે, શુટીંગનાં વ્યસ્ત શેડયુલ કરતા આ લોકડાઉનના વાતાવરણમાં ઘણી જ શાંતિ અનુભવું છું.
જાનકી બોડીવાલે ‘અબતક’ માધ્યમથી લોકોને સંદેશ આપતા જણાવેલ અત્યારે સરકારની તમામ સુચનાનો અમલ કરો. ઘરમાં જ રહો, સુરક્ષિત રહો સાથે લોકોએ વસ્તુ લેવા બહાર જાવ ત્યારે લોકોથી ડિસ્ટન્સ રાખવાની હિમાયત કરીને સૌના સહિયારા પ્રયાસથી ‘કોરોના’ને નાથવાની વાત કરી હતી.
લોક ડાઉનમાં મને બાળપણ યાદ આવી ગયું: ધર્મેશ મહેતા
તારક મહેતાના પ્રથમ પ૦૦ એપીસોડનું ડીરેકરન કરનાર પપ્પા તમને નહીં સમજાય જેવી ફિલ્મોના ડાયરેકટર ધર્મેશ મહેતાએ કહ્યું હતું કે આવા સમયે આપણે પોતાનું ઘ્યાન રાખી ઘરમાં રહેશું તો રોગનો ફેલાવો ઓછો થશે. આપણે જાતે તો કયારેય વેકેશન લઇ નથી શકયાના પરંતુ કુદરતે આપણને વેકેશન આપ્યું છે. ર૧ દિવસમાં મને બાળપણ યાદ આવી ગયું. ઘણા વર્ષો બાદ હું મારા પરિવાર સાથે પત્તા રમ્યો, કેરમ રમ્યો, ઘણા વર્ષો બાદ હું આ રકત રમ્યો છું. અલગ અનુભવ છે જીવનનો આપણે ભેગા મળીને ઘ્યાન રાખીશું તો બધુ જલ્દી કોરોનાનો અંત થશે. વડાપ્રધાન મોદીએ ખુબ જ મોટો નિર્ણય લીધો છે. નરેન્દ્ર મોદી માત્ર વડાપ્રધાન નથી તેઓ એક વ્યવહારી, ધાર્મિક વ્યકિત પણ છે.
અત્યારે ઘરમાં રહેવામાં જ ડહાપણ છે: સિઘ્ધાર્થ રાંદરીયા
ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ અભિનેતા સિઘ્ધાર્થ રાંદરીયા (ગુજજુભાઇ)એ લોકોને સંદેશ આપ્યો હતો કે આપણે ગુજરાતીઓ મોદી સાહેબનું પણ નથી માનતા તો મારું શું માનશો? કેમ સમજાતું નથી? આ કોરોના વાયરસ એવો છે કે તમે બહાર નીકળો તો તમને પણ થાય અથવા તમારા લીધે બીજાને પણ થાય, હયુમન ચેન તોડવાની વાત છે ઘરે રહેવામાં જ ડહાપણ છે એકબીજા સાથે બનતું ન હોય તો મોઢા ફેરવીને બેસી રહો ચુપચાપ બેસી રહો ઘરમાં રહો બહાર નીકળવાથી તમારી જાતને જોખમ છે બીજાને પણ છે.
નવરાશનો સમય મળ્યો છે તો તેનો સદ્ઉપયોગ કરો: તુષાર સાધુ
ગુજરાતી ચલચિત્રોનો આજકાલ ક્રેઝ છે. ડેશબુક, રોમીયો એન્ડ રાધીકા, તુ તો ગયો, કેમ છો, રતનપૂર અને પી.એમ.નરેન્દ્ર મોદી બોલીવુડ જેવી ફિલ્મોના ખ્યાતનામ કલાકાર તૃષાર સાધુએ ‘અબતક’ સાથેની વાતચીતમાં ‘લોકડાઉન’ના પગલે મળેલ ૨૧ દિવસમાં પોતે કઈ કઈ પ્રવૃતિ કરીને સમય પસાર કરે છે તે વિશે જણાવતા કે હું બહુ જ સારી ચા બનાવું છું તેથી અત્યારે મારા તમામ ફેમીલી મેમ્બરોને ટેસ્ટી ચાનો આનંદ સાથે નવી નવી ફિલ્મો-મિત્રો સાથે વિડીયો કોલીંગ જેવી પ્રવૃતિ કરુ છું.
દિવસભરનાં નવરાશના શેડયુલમાં નાની-મોટી કસરત સાથે સવારની આરતી, ઘરના પરિવારના સભ્યો સાથે ઈન્ડોર ગેઈમ્સ સાથે રસોય ગૃહમાં મદદ પણ કરુ છું.
સવારના વિવિધ ન્યુઝ જોઈને સતત કરન્ટ અફેર્સથી વાકેફ રહીને મિત્રોને પણ સોશ્યલ મીડિયામાં ખોટા મેસેજ ન મોકલીને ઘરમાં જ રહીને પરિવાર સાથે આનંદ માણવાની વાત કરું છું.
‘અબતક’ના વાંચકો માટેના સંદેશમાં તૃષાર સાધુએ જણાવેલ લોકો ઘરે જ રહે અને સુરક્ષિત રહીને પરિવાર સાથે આનંદથી રહે. નવરાશનો સમય જે મળ્યો છે તેનો સદ્ઉપયોગ કરજો.
કલાકારોએ લોકડાઉન દરમિયાન લોકોને ઘરમાં રહી પરિવાર સાથે સમય વિતાવવા વિવિધ ઈન્ડોર્સ ગેમ્સનો આનંદ માણવા અને ક્રિએટીવ અભિગમ દાખવવાની કરી અપીલ