માંડવી બીચ પર ભારે પવન સાથે ઉંચા મોજા ઉછળી રહ્યાં છે: અનેક જગ્યાએ વીજ પુરવઠો ઠપ્પ
કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડામાં 10 પૈકી 7 તાલુકાના 120 ગામો અસરગ્રસ્ત છે. જેમા અબડાસાના 19, ભચાઉના 17, અંજારના 8, ગાંધીધામના 7, માંડવીના 19, મુન્દ્રાના 15 અને લખપતના 35 ગામો અસરગ્રસ્ત છે. દરિયાકાંઠાથી 0 થી 5 કિલોમીટરના વિસ્તારના 72 ગામો જ્યારે 5 થી 10 કિલોમીટરના વિસ્તારના 48 ગામો મળી કુલ 120 ગામો અસરગ્રસ્ત છે.
બિપરજોય વાવાઝોડાને લઈને કચ્છ જિલ્લા તંત્ર સાબદુ બન્યુ છે. તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. જિલ્લાના 10 પૈકી 7 તાલુકા વાવાઝોડાથી અસરગ્રસ્ત છે. આ સાત તાલુકાના કુલ 120 ગામો અસરગ્રસ્ત છે. જે પૈકી 35 હજાર 822 લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જ્યારે હજુ 43,625 લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ છે.
કુલ 10 તાલુકા પૈકી 7 અસરગ્રસ્ત તાલુકાના 120 ગામો અસરગ્રસ્ત
- અબડાસા 19, ભચાઉ 17, અંજાર 8 , ગાંધીધામ 7, માંડવી 19, મુન્દ્રા 15, લખપત
- દરિયાકાંઠાથી 0 થી 5 કિમી વિસ્તારના 72 ગામો તથા 5થી 10 કિમી વિસ્તારના 48 ગામો કુલ 120 ગામો
- સ્થળાંતર કરવાપાત્ર વસ્તી 43,625
- સ્થળાંતર કરાવેલ વસ્તી – 35,822
- બાકી 7803 સ્થળાંતર કરવામાં આવશે
- મીઠા અગરોમાં કામ કરતા 4509 અગરીયાઓનું સ્થળાંતર
- 270 સગર્ભા મહિલાઓને પી.એચ.સી/સી.એચ.સી.ખાતે મેડીકલ ટીમ મારફતે સ્થાળાંતર કરેલ છે.
- NDRF ટીમ: 4 ટીમ(ગાંધીધામ, માંડવી, લખપત, અબડાસા, નખત્રાણા, ભુજ)
- SDRF ટીમ: 2 ટીમ (નારાયણ સરોવર, નલીયા)
- RPF ટીમ: 4 ટીમ (ગાંધીધામ, મુંદ્રા, નલીયા)
- 8 કોલમ આર્મી ટીમ
- ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ, બોર્ડર સીક્યોરીટી ફોર્સ તથા એર ફોર્સની ટીમો
- 4 ફાયર ટીમ (લખપત, અબડાસા, માંડવી, ભુજ)