શહેર ખુલ્યુ પણ તકેદારીના પગલા યથાવત
સરકારે લાંબા સમય સુધી મોબાઇલ એપથી લોકો પર નજર રાખી !!!
યુઘ્ધ પુરૂ થયું નથી, હજી જાગૃત રહેવાનું છે: કોમ્યુનિસ્ટ મુખપત્ર
સમગ્ર વિશ્ર્વમાં કોરોનાના સંક્રમણનું ઉદ્દગમ સ્થાન બનેલા ચીનનું વુહાન આ મહાજંગમાં અનેક દેશો માટે કોરોના પર કાબુ મેળવવા માટે પ્રેરણારૂપ બન્યું છે. યુઆનમાં ૧૧ અઠવાડિયાનું લોકડાઉન સફળતાથી પુરૂ થવા પામ્યું છે. ચીનના સત્તાવાળાઓ એ વુહાનના રહેવાસીઓને ફરીથી મુસાફરી અને અવર જવરની મંજુરી આપી છે. બુધવારની મધરાત્રે વુહાન શહેરના ૧૧ કરોડની વસ્તીને સરકારે કોઇપણ પ્રકારની મંજુરી વગર ઘરની બહાર નીકળવાની છુટ આપી દીધી છે. સરકારે લાંબા સમયથી સ્માર્ટફોનની એપ્લીકેશનથી સર્વેલેન્સથી નજર રાખી હતી. વુહાનમાં લોકડાઉન પુરુ જાહેર થા સાથે જ જાણે કે ઉત્સવના માહોલ સર્જાયા હોય તેમ શહેરની યંગઝે નદીના કાંઠે મેળો અને આતશબાજી સાથે પુલ ઉપર આરોગ્ય કર્મચારીઓએ આતશબાજી અને રોશનીનો નજારો ઉભો કર્યો હતો.
નાગરીકોએ ધજા પતાકાઓ લહેરાવીને ખુશી વ્યકત કરી હતી અને આકાશમાં હિરોઇટ સીટીનું મુદ્રણ કર્યુ હતું. વુહાનમાં ઠેર ઠેર ચીનના રાષ્ટ્રગાન અને પ્રમુખ જીંગપીંગનો જય જયકાર સંભળા તો હતો નવા બનેલા પુલ ઉપરથી ટ્રાફીક સતત વહેતો રહ્યો હતો પ્રથમ ટ્રેન અને વિમાનોનું ઉડ્ડયન શરૂ કરવામાં આવ્યું હતું.
વુહાનમાં પુન: જનજીવન ધબકવા લાગ્યુ છે ૮૨ હજાર સઁક્રમિત કેસ અને ૩૩ હજાર જેટલા મૃત્યુ નોંધાયા હતા. જો કે ચીનના આંકડા કેટલીક રીતે શંકાસ્પદ માનવામાં આવે છે.
૭૮ દિવસના લોકડાઉન દરમિયાન વુહાનના લોકોને માત્ર જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે જ અને જરૂરી કામ પતાવવા બહાર નીકળવાની છુટ હતી અને જજ લોકોને શહેર બહાર નીકળવાની છુટ હતી. જો કે અન્ય પ્રાંત હુબેઇના લોકોને ૩ અઠવાડીયા પહેલા બહાર નીકળવાની છુટ આપી હતી. સાવચેતીના પગલા જેવા કે માસ્ક પહેરવુ વારંવાર તાવ માપવો અને લોકોના સમુહ પર પ્રતિબંધ જેવા નિયમો હજુ ચાલ રહેશે.
કોમ્યુનેસ્ટ પાર્ટીના મુખપત્રના તંત્રી લેખમાં હજુ લોકોને ઉજવણીથી દુર રહેવાની ચેતવણી આપી છે. આ દિવસ લાંબા સમય બાદ મુકિતનો દિવસ છે પરંતુ હજુ યુઘ્ધ પુરુ થયું નથી હજુ આપણે જાગૃત રહેવાની જરૂર છે.
વુહાન ખુલ્લી ગયું છે પરંતુ આપણે રાહતનો શ્ર્વાસ લેવાનો નથી લોકડાઉન ઉઠતાં સ્વાતની ટીમ ગણવેશમાં પોતાની ફરજ પર લાગી ગઇ છે. વુહાન બહાર જવા માટેની ટ્રેનની ટિકીટનું બુકીંગ અને બેજીંગ જવા માટેની વહેલી સવારની ૬.૧૫ ની ટ્રેન આનંદ સાથે રવાના થઇ હતી. લોકોને સાવચેતીના પગલાની હિમાયત કરવામાં આવી છે નાના મોટા ઉઘોગો ધીરે ધીરે શરુ થઇ રહ્યા છે. ૨.૮બિલિયન ડોલરની સહાય સરકારે ઉઘોગો શરુ કરવા માટે જાહેર કરી છે. હજુ વાયરસના મુળની તપાસ ચાલુ છે બજારો અને ફ્રુટ માર્કેટને જવાબદાર ગણવામાં આવી છે.