બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગઇકાલે રાજયમાં ૩૧મી જુલાઇ એટલે કે એક મહિના સુધીનો લોકડાઉનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. કોરોના સંક્રમણ સામેની લડતના અભિયાનના ભાગરૂપે બોલાવાયેલી સર્વપક્ષિય બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. રાજયમાં પ્રવર્તમાન લોકડાઉન ૩૦ જુને પુરુ થઇ રહ્યું છે. પરાવિસ્તારની ટ્રેનો અને મેટ્રો ટ્રેન સેવા પણ લોકડાઉન ના વધારા દરમિયાન સઁપૂર્ણ પણે બંધ રહેશે.
મમતા બેનર્જીએ એવી પણ જાહેરાત કરી છે કે ખાનગી હોસ્પિટલોને કોરોના વાયરસની મોંધી સારવાર સામે ચાર્જમાં નિશ્ર્ચિત ભાવ બાંધણું અને વ્યાજબી દામે સારવારની માર્ગ દર્શિકાનું પાલન કરવાનું રહેશે. મમતાી બેનર્જી સરકારે અગાઉ જ ખાનગી હોસ્પિટલો માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી. અને જણાવ્યું હતું કે કે હું મુખ્ય સચિવ અને આરોગ્ય વિભાગને કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલોનું ભાવ બાંધણું માટે માર્ગ દશિકા જાહેર કરવાનું કહીશ, મેંને ફરીયાદ આવી છે કે લોકો ને ખુબ જ મોટી કિંમતની સારવાર ફી ચુકવવી પડે છે. સમયે લોકોની સેવા કરવાનો છે. તેમ મમતા બેનર્જીએ જણાવ્યું હતું.