સરકારને નાના ઉઘોગો માટે મદદરૂપ થવા સ્યુસાઇડ
નોટ લખી ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
કોરોનાની મહામારી નાથવા સરકાર દ્વારા લોકડાઉનની નીતિ અપમાવ્યા બાદ અનેક ધંધા ઉઘોગો ઠપ્પ થઇ જતા નાના મોટા ધંધાર્થીઓએ આથીંગભીંસથી કંટાળી આપઘાત કર્યાના અનેક બનાવો નોંધાયા છે. જેમાં રાજકોટમાં લોકડાઉનના હિસાબે આથિંગ ભીસથી કંટાળી વધુ એક કારખાનેદારે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. મૃતકે પોતાના કારખાનામાં જ સરકાર નાના ઉઘોગો માટે મદદરૂ પ થાય તેવી સ્યુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યાનું જાણવા મળ્યું છે.
દ્વારકાધીશ સોસાયટી શેરી નં. ૪ માં રહેતા હિતેશભાઇ ધીરુભાઇ ે સવારે બાઇક લઇ કારખાને ગયા હતા. ત્યારબાદ બપોરના સમયે પરિવારજનોએ જમવા માટે તેને કોલ કરતા રિસિવ કરતા ન હોવાથી નજીકમાં અન્ય એક પરિચિતને ફોન કરીને કારખાને તપાસ કરવાનું કહેતા તે ત્યાં ગયા હતા દરમિયાન કારખાનામાં ઓફીસમાં જતા કારખાનેદાર પંખાના હુકમાં કેબલ વાયરથી ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા તત્કાળ તેના પરિવારજનોને જાણ કરતા તે ત્યાં પહોંચી ગયા હતા.
૧૦૮ને જાણ કરતા તેના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. જાણ થતાં તાલુકા પોલીસના જમાદાર રમેશભાઇ ચૌહાણ સહીતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી જરુરી કાગળો કરી તપાસ હાથ ધરી હતી. જેમાં કારખાનેદારની ઓફીસમાં તપાસ કરતા સ્યુસાઇડ કે જે એક પાનાની હતી તે મળી આવી હતી. પોલીસ જણાવ્યું હતું કે, મૃતક પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં લખેલું હતું કે મને માફ કરજો, મારા ભાઇ ભાભીની પણ મૂડી મેં ધંધામાં નાખી છતાં ધંધામાંથી આગળ આવ્યો નથી. સરકાર નાના ઉઘોગોને સહાય કરે તેવું નિવેદન કર્યુ છે. હાલ નઆ નોટ કબજે કરી છે.
પોલીસે વધુમાં જણાવ્યું કે, સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર ધરાવતા કારખાનેદાર ભાડેથી સ્પેરપાટર્સનું કારખાનુ ચલાવતા હતા. એક તરફ માલ વેચાય તેનું પેમેન્ટ અટકી જતુ હોય અને બીજી તરફ જીએસટી પણ ભરવાનું હોય આર્થિક ભીંસમા સપડાયા હતા. જેનાથી કંટાળી જઇ આ પગલું ભરી લીધાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે.