૬૫ થી ૭૦ ટકા ધંધો ઘટી ગયો કેટલાક તબીબી સંકુલો હંગામી બંધ કરવા વિચારણા
કોરોના મહામારીના પગલે દેશ પર આવી પડેલા ૪૦ દિવસના લોક ડાઉનથી તમામ વ્યવસાયકારોને ધંધામાં મોટી ખોટનો સામનો કરવો પડયો છે. ત્યારે ગુજરાતમાં પણ બે તબકકાનાં લોકડાઉન દરમિયાન ખાનગી તબીબોને ધંધામાં મોટો ફટકો પડયો છે.
ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં સ્ટાફની અછત અને માત્ર નજીવી ઓપીડીથક્ષ કામ ચલાવવું પડે છે.મોટાભાગના ઓપરેશનો મુલતવી રહ્યા છે. ટ્રોમાં કેર સેન્ટર, બધુ બંધ હોવાથી ધંધામાં ભારે મંદી ચાલે છે. અમદાવાદની હોસ્પિટલોમાં અત્યારે ૨૫ ટકા જ ધંધો થઈ રહ્યો છે. પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતુ કે અત્યારે માત્ર ગંભીર પ્રકારના દર્દીઓ જ સારવાર માટે આવે છે.
ખાનગી હોસ્પિટલોનો ધંધો ૬૫ થી ૭૦ ટકા ઘટી ગયો છે. આરોગ્ય ક્ષેત્રની કમાણી એટલી ઘટી ગઈ છે કે ખર્ચ અને ટેક્ષ ભરવા જેટલી પણ આવક નથી રહી કોરોના સંક્રમણને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ લાંબો સમય સુધી સુધરી શકે તેમ લાગતી નથી. ખાનગી દવાખાનાઓમાં સ્ટાફનો ખર્ચો હૈન્ડસેનીટાઈઝર, સુરક્ષાકીટ જેવા ખર્ચા પણ બોઝ બની ગયા હોવાનું સેલબીના ચેરમેન ડો. વિક્રમ શાહે જણાવ્યું હતુ.
અમદાવાદમાં અને રાજયભરમા હોસ્પિટલોમાં ચાલી રહેલી મંદીના કારણે કેટલાક સંકુલો હંગામી ધોરરે બંધ કરી દેવાનું વિચારી રહ્યા છે. ગુજરાતમાં ૬૦ થી ૭૦% દર્દીઓ અન્ય રાજયોમાંથી આવતા હોવાથી અત્યારની સ્થિતિએ આવા દર્દીઓ સતત ઘટી રહ્યા છે. બહારના દર્દીઓ આવી શકતા નથી. તેથી ખાનગી હોસ્પિટલો ખુદ બિમાર પડી ગઈ હોવાનું હોસ્પિટલના નિમિષા ગાંધીએ જણાવ્યું હતું.
ખાનગી હોસ્પિટલોમાં બહારથી આવતા દર્દીઓની સંખ્યા ઘટી
ગુજરાતમાં મોટાપાયે પાડોશી રાજયો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી દર્દીઓ આવે છે. ૬૦ થી ૬૫ ટકા આવા દર્દીઓ અમદાવાદમાં દેશના અન્ય રાજયોમાંથી આવે છે. અત્યારે સરહદો બંધ હોવાથી આવા દર્દીઓનો ઘટાડો થયો હોવાનું અમદાવાદના કેડી હોસ્પિટલના એમ.ડી. ડો. અદિત દેસાઈ એ જણાવ્યું હતુ. તબીબી ઉદ્યોગોની મોટાભાગની હોસ્પિટલોમાં સર્જરી ઓપરેશનો અને મોટી બિમારીઓની સારવાર માટે ગુજરાત બહારથી આવતા દર્દીઓ હજુ બે મહિના સુધી નહી આવે અને બધુ રાબેતા મુજબ થતા ઓછામાં ઓછુ ચાર મહિનાનો સમય લાગશે.
કોવિડ-૧૯એ ભારતના મેડિકલ ટુરિઝમને માંદુ પાડી દીધું
સમગ્ર વિશ્ર્વમાં અત્યારે કોરોના મહામારી સામે જંગ ચાલી રહ્યો છે આંતરરાષ્ટ્રીય યાત્રાઓ ઠપ્પ થઈ ગઈ છે. ત્યારે મેડીકલ હબ ગણાતા ગુજરાતના વિદેશી દર્દીઓમાં ઘટાડો થઈ ગયો છે. ડો. વિશ્ર્વજીત ગોયલ એપોલો હોસ્પિટલે જણાવ્યું હતુ કે વિદેશી દર્દીઓનો હિસ્સો ઓછામાં ઓછા ૧૦ ટકા હોય છે. અત્યારે આ આવક બંધ થઈ ગઈ છે. અને મોટાભાગના દદીઓને વિદેશ ન જવાની હિમાયત કરવામાં આવતી હોવાથી અમદાવાદ જેવા મોટા શહેરોમાં આ દર્દીઓ આવતા નથી.