વિશાલ બેરીંગ્ઝ પ્રા.લી.ના ડીરેકટર વિશાલભાઈ ચાંગેલાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ
કે અમે સીધા ઓટો સેકટર સાથે જોડાયેલા છીએ ઓટો સેકટર માટે ગત વર્ષ નબળુ હતુ આ વર્ષના પ્રારંભે સ્થિતિ થોડી સારી થતી હતી. ત્યારે લોકડાઉનના કારણે ફેકટરી બંધ થતા સ્થિતિ ફરીથી કથળી છે.
હવે સ્થિતિ ફરીથી થાળે પડતા એકથી બે વર્ષ લાગશે. બેંક પણ બિઝનેશ ચલાવતરી હોય હું વધારે આશા રાખતો નથી પરંતુ વ્યાજદર થાય તેટલો જ લઈ ઓછો કરી આપો જેથી અમોને વધુ લીકવીડીટી મળે સરકાર ઈન્કમટેક્ષ, જીએસટી ટેક્ષમાં રાહત આપે જેથી ઉદ્યોગો ઝડપથી ફરીથી ધમધમતી થઈ જાય છે.
મારી પાસે એક માસનું રો-મટીરીયલ છે. આ રો-મટીરીયલ ખતમ થયા પછી સમસ્યા ઉભી થવાની સંભાવનાછે. અમે યૂરોપીયન દેશોનું ઈમ્પોર્ટ મટીરીયલ વાપરીએ છીએ. યુરોપ દેશોમાંથી આ મટીરીયલ એક બે માસ સુધી આવે તેવી સંભાવના નહિવત છે.
જેથી મુશ્કેલીતો પડનારી છે. ટ્રાન્સપોર્ટેશન હાલમાં ઠપ્પ છે. કસ્ટમરને જે મટીરીયલ જોઈએ છે તે આપી શકતા નથી. અને જે મટીરીયલ રેડી છે તો ટ્રાન્સપોર્ટવાળા ઉપાડતા ૧૫ તે મુશ્કેલી છે.
જે પરપ્રાંતીય મજૂરોને વતન જવુ હોય તેમને છૂટ આપી છે. પરંતુ તેઓ લોકડાઉન પૂર્ણ થયા બાદ પરતા આવી શકે તેવું આશ્ર્વાસન આપ્યું છે. હાલમાં ફાયનાન્સીયલ સાયકલ સ્ટોપ થઈ ગઈ છે.
મોટી કંપનીઓ પેઝેન્ટકરતી નથી અમારી પાસે લીકવીડીટી એક બે માસ ચાલે તેટલી છે. જે બાદ સ્થિતિ શું હશે? તે કહી શકાય નહી હાલમાં પ્રોડકશન કોસ્ટ વધારે છે. કારણ કે ખર્ચા યથાવત છે. જયારે ઉત્પાદન ઓછું છે.