ધ્રાગધ્રા શહેરમા મુખ્ય રોજગાર પુરી પાડતી DCW કંપની સહિત GIDCપણ લોકોને રોજગાર પુરુ પાડવામા મદદરુપ હતુ પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહિ માત્ર એકલ-દોકલ માટીના કારખાના સિવાય અન્ય તમામ કારખાનાઓ પર મસમોટા તાળા દેખાય છે થોડા સમય પહેલા જ્યારે ધ્રાગધ્રા શહેરની GIDCના તમામ કારખાનાઓ ચાલુ હતા તેવા સમયે અહિ આસપાસના વિસ્તારમાથી મોટાભાગના યુવતિ તથા યુવાનોને રોજગારી પુરી પડી રહેતી હતી પરંતુ સરકાર દ્વારા GSTતથા પેટ્રોલ-ડીઝલના ભાવમા ધડખમ વધારો કરાતા હવે આ ધમધમતા GIDCના તમામ કારખાનાઓ પર ગ્રહણ લાગી ગયુ છે અહિ હજારો લોકોને રોજગારી પુરુ પાડતા GIDCમા માત્ર ગણ્યા ગાઠ્યા લોકો જ આ એકલ-દોકલ કારખાનાઓમા નોકરી કરી પોતાનુ જીવન ગુજારી રહ્યા છે. એક તરફ જ્યારે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના કેટલાક GIDCને ફરી ધમધમતુ કરવા યોજના અને ગ્રાન્ટો ફાળવાઇ રહી છે
ત્યારે ધ્રાગધ્રા શહેરના વધ્યા-ઘટ્યા GIDC કારખાનેદારોની પણ માંગ છે કે પહેલાની માફક તેઓના GIDCમા પણ કેટલાક ફેરફારો કરી ફરીથી લોકોને રોજગારીનુ સાધન બનાવવા મદદરુપ થાય ત્યારે હાલ તો મરણ પથારી સમાન ધ્રાગધ્રા GIDCમા દિવસ હોય કે રાત ચકલુય ફરકતો ન હોય તેવી સ્થિતી સર્જાઇ છે ત્યારે સરકાર તરફથી જો મદદ મળી રહે તો ફરીથી પહેલાની માફક ધ્રાગધ્રા GIDCફરીથી ઉગતા સુરજની માફક મજુરવર્ગના લોકોને પોતાની રોજગારીનુ સાધન શરુ થાય તેવી માંગ અહિના કારખાનેદારો દ્વારા કરાઇ છે.