૨૦૨૦ સુધીમાં આશરે ૭ લાખ કરોડ રૂપિયાની લોન પુન: ભરપાઇ થઇ જાય તેવા સંજોગો દેખાય રહ્યા છે
ભારતના બેંકીંગ ક્ષેત્રે બેડલોનની સમસ્યા ભારરૂપ બનીરહી છે. ભૂતકાળમાં બેંકની આર્થિક સ્થિતિ હાલક ડોલક કરી નાખનારી બેડલોનની સ્થિતિ હવે સુધરી રહી હોય તેમ બાંધકામ ઉદ્યોગ માટેની કેટલીક રાહતરૂપ જોગવાઈના કારણે બેંકોની લોન ભરપાઈની આંકડાકીય સ્થિતિ હોવાના નિર્દેશો મળ્યા છે. ભારે મંદીના કારણે બાંધકામ ઉદ્યોગ અને ખાસ કરીને હાઉસીંગ પ્રોજેકટ ચલાવતા બિલ્ડરોની તેમની ફરજ ભરવામાં અને ગૃહફાયનાન્સ જેવી બેંકોની સહયોગી સંસ્થાઓમાં લોન પૂન: ભરપાઈ કરવા માટે આગળ આવી રહ્યા છે. સરકારના સહયોગી પગલાઓની અસર હેઠળ ૨૦૨૦ સુધીમાં ૧૦ બિલિયન અમેરિકન ડોલર જેટલી વિકાસલક્ષી લોન પૂન: ભરપાઈ થઈ જાય તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. બેંકો દ્વારા સહયોગી ધિરાણ કર્તાઓને મદદરૂપ થવાની આ રણનીતિના કારણે ડચકા ખાધેલુ ક્ષેત્રે પગભર થાય તેવું દેખાય રહ્યું છે.
દેશના હાઉસીંગ સેકટરના નેવું ટકા ભાગમાં હજુ અસંગઠીત ક્ષેત્રના રૂપમાં ૨૦૨૩ સુધી ૭૦ કરોડ ડોલરનું રોકાણ થાય તેવું દેખાય રહ્યું છે. ભારતીય આર્થિક સંસ્થાઓ જેવી કે સેન્ટ્રલ બેંક અને સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે. ૧૫૦ બીલીયન ડોલરના બેંકીંગ ક્ષેત્રમાં બેડલોનનું ભારણ સૌ પ્રથમવાર ઘટવાના નિર્દેશો દેખાઈ રહ્યા છે.
બેંકીંગ ક્ષેત્રના એક વરિષ્ઠ અધિકારીએ પોતાના મંતવ્યમાં નામ ન આપવાની શરતે જણાવ્યું હતુ કે મોટાભાગની બેંકો લોન માટે ગિરવી મુકાયેલી મિલ્કતોની એનપીએના કારણે કાચી પડી ગઈ છે. ભારતીય બેંકીંગ ક્ષેત્ર નબળી આર્થિક સ્થિતિના કારણે મુશ્કેલીમાં છે.નિવૃત સ્કોડન લિડરકૃષ્ણમિતૃએ ઘર ખરીદવા માટે નોયડામાં ૯૦% પૈસા ભરી દીધા હોવા છતા પાંચ વર્ષ સુધી રિયલ એસ્ટેટ કંપનીએ મકાન આપ્યું નથી ફડચામાં ચાલી રહેલી કંપનીમાં મિતૃ જેવા અનેક લોકોના પૈસા ફસાઈ ગયા છે.
બેડલોનની સમસ્યાના ગંજ: પ્રોપર્ટી સેકટર છેલ્લા ત્રણ ચાર વર્ષથી ભારે મંદીનો સામનો કરી રહ્યું છે. નાણાંની ખેંચથી પ્રવર્તતી મંદીના કારણે વેચનાર અને ખરીદારો બંને બરાબરના ફસાયા છે. ૩૦મી જૂન સુધીની સ્થિતિમાં ૪૦૧ જેટલા મોટા ગજાના મધાંતાઓ નાદાર જાહેર થયા હતા. દિવાન હાઉસીંગ ફાયનાન્સ અને અલ્ટીગો કેપીટલ બે કંપનીઓ આ સમસ્યામાં પ્રમુખ છે. રોહિત પોદારે જણાવ્યું હતુ કે આ મંદીમાં જૂજ લોકો ભરી શકશે બાકીના મોટાભાગના નષ્ટ થઈ જશે. એનડીએનો દર ૧૧.૫%માંથી ૯.૩% સુધર્યો છે. પરંતુ હજુ ભારત પર બેડલોનનું ભારણ યથાવત રહ્યું છે. યશ બેંક ઈન્ડીંયા બેંક, ઈસીઆઈ, એકસીસીસ જેવી બેંકો સમાંતર રીતે આ સમસ્યાથી પીડાય છે. ભારતીય બેંકોને બેરોજગારીનુ કારણ પણ ભારરૂપ બન્યું છે.
દેશમાં ૧.૮ ટ્રિલીયન રૂપીયાના પ્રોજેકટો અધ્ધરતાલ છે. સરકાર અને ખાસ કરની એનએફબીસી દ્વારા બેંકોમાં માધ્યમથી જે રીતે રિયલ એસ્ટેટને બેઠુ કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. તે ક્ષેત્રમાં સુધારાની આશા ઉભી થઈ છે. ગયા મહિને આ પરિસ્થિતિના સુધારાના સંકેતો મળવાનું શરૂ થયું હતુ. પંકજ કપુરએ આ ક્ષેત્રનાં નાણાંભીડના મુદાને લોહીયાળ ગણાવીને જણાવ્યું હતુ કે હજુ બે વર્ષ સુધી બિલ્ડરોને પોતાના નાણાં છૂટા કરવા અને મંદીમાંથી બહાર આવવા ગ્રાહકોને વધુ વળતરની ભેટ આપવી પડશે.